શું મુસલમાન કાબા ની ઈબાદત કરે છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   સોશિયલ મીડિયા પર અમુક ગેર મુસ્લિમો સવાલ કરે છે કે મુસલમાન પણ મક્કામાં કાબાની સામે ઝુકે છે, તેઓ પણ અમારી જેમ જ મુર્તિ પૂજા કરે છે તો આનો શું જવાબ આપવામાં આવે..?
જવાબ :
   કાબા મુસલમાનો માટે માત્ર એક કિબ્લો છે એટલે કે તે દિશા જેના તરફ મોઢું કરીને નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમજ તેનો તવાફ કરવો આ એક ઈબાદતનું પ્રતિક છે આનાથી વધુ કંઈ નથી. જેની હિકમત આ છે કે તેના દ્વારા મુસલમાનો માં એકતા અને સંવાદિતા બની રહે, તેમજ અરાજકતા ન રહે.
   આનાથી વધુ કોઈ પણ મુસ્લિમ ન તો તે કાબાને પોતાનો પ્રભુ માને છે કે ન તેને કોઈ નફો પહોંચાડનાર કે નુકસાન પહોંચાડનાર માને છે, બલ્કે દરેક મુસલમાન તેની સામે નમાઝ માં મોઢું કરી અલ્લાહ તઆલા ને જ ધ્યાન ધરે છે.
   આ જ કારણ છે પયગંબર મુહમ્મદ સાહેબે પોતાના સહાબાને સંબોધતા કહ્યું હતું જેનો મફહૂમ આ છે કે ઈસ્લામમાં કોઈ ની સામે ઝૂકવું જાઈઝ નથી, જો કદાચ જાઈઝ હોત તો પત્ની માટે આદેશ હોત કે તે પોતાના પતિ સામે ઝૂકે. [અબૂ દાઉદ : ૨૧૪૦]
   તેમજ હઝરત ઉમર રદી. એ હજરે અસવદ (એક પથ્થર નું નામ) ને ચુમતી વખતે તેને સંબોધતા કહ્યું હતું કે હે પથ્થર મને ખબર છે કે તુ એક પથ્થર છે ન તુ નફાનો માલિક છે ન નુકસાન નો, હું તો માત્ર તને એટલા માટે ચુમી રહ્યો છું કે મેં રસુલુલ્લાહ ﷺ ને તને ચુમતા જોયા હતા તો આ ચુમવું તેમની નકલ તેમજ મુહબ્બત માં છે. [બુખારી શરીફ : ૧૬૧૦]
   સારાંશ કે ઈસ્લામમાં કોઈ ની સામે ઝૂકવું તેમજ અલ્લાહ સિવાય બીજાની પૂજા કરવી અમાન્ય છે, અને કાબા શરીફ સામે લોકોનું ઝૂકવાનો હેતુ તેની પૂજા નહીં બલ્કે એક દિશા નક્કી કરી અલ્લાહ ની ઈબાદત કરવી મકસદ હોય છે. જ્યારે કે હિન્દુ લોકો એક મૂર્તિ ને ભગવાન માની તેમજ તેને જ નફા નુકસાન નો માલિક સમજી પુજા કરે છે. આ બુનિયાદી ફરક છે મુર્તિ અને કાબાનો.
   તે માટે કાબા શરીફની સામે ઝુકવાને મુર્તિ પૂજાની જેમ સમજવું સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)