જે વ્યક્તિને અલ્લાહ ૭૦ વખત મુહબ્બતની નજરથી જોવે છે તેને અલ્લાહના રસ્તામાં નિકળવાની તૌફીક મળવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે " જે વ્યક્તિને અલ્લાહ તઆલા ૧૦ વખત મુહબ્બત ની નજરથી જોવે છે તેને અલ્લાહ તઆલા પોતાના ઘરે (મસ્જિદ) આવવાની તૌફીક આપે છે. જેને ૪૦ વખત મુહબ્બત ની નજરથી જોવે છે તેને હજની તૌફીક આપે છે. અને જેને ૭૦ વખત મુહબ્બત ની નજરથી જોવે છે તેને અલ્લાહના રસ્તામાં નિકળવાની તૌફીક અર્પણ ફરમાવે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત ઘણી તલાશ અને શોધખોળ કર્યા પછી પણ હદીષોની ભરોસાપાત્ર કિતાબોમાં મળતી નથી.
અને જે વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ ની તરફ કરવામાં આવી હોય તે વાત જ્યાં ભરોસાપાત્ર સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવી તેમજ શેયર કરવી જાઈઝ નથી. કેમ કે હદીષમાં આવે છે કે :
" من كذب علي متعمدًا فليتبوأ مقعده من النار- "
(બુખારી & મુસ્લિમ)
જેણે પર મારા તરફ જાણી જોઈને એવી વાતની નિસ્બત કરી જે મેં ન કીધી હોય તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.
તે માટે ઉપરોક્ત પ્રચલિત વાતને બયાન કરવી સદંતર દુરુસ્ત નથી.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૮૮]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)