સ્ત્રીઓ ને મસ્જિદમાં નમાઝ ની કેમ મનાઈ છે..?

Ml Fayyaz Patel
0
ઈસ્લામી આર્ટિકલ્સ
સવાલ :
   ઈસ્લામ માં પુરુષો ની જેમ સ્ત્રીઓ ને પણ મસ્જિદમાં નમાઝ પઢવાની પરવાનગી હોવી જોઈએ. જ્યારે કે સ્ત્રીઓ ને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકવામાં આવે છે, આવુ કેમ..?
જવાબ :
   ફિત્ના અને વાસના ના આ યુગમાં જેમાં જાતીય અરાજકતા અને કામના ન માત્ર વધી રહી છે બલ્કે ધીમે ધીમે ખૂબ પ્રોત્સાહક બની ઉભરી રહી છે. તેમજ ધર્મ અને નૈતિકતા ની તમામ હદો પાળ કરી દુષ્ટતા ના મોજા ઘરોની દિવાલો સાથે ટકરાય રહ્યા છે.
   તેવી આ દુરાચારી, ભ્રષ્ટ અને અનીતિમાન પરિસ્થિતિમાં સ્ત્રીઓ ની પવિત્રતા અને આબરૂના રક્ષણના હેતુસર ઈસ્લામ સ્ત્રીઓની બંદગી ને મસ્જિદોની તુલનામાં ઘરોમાં વધુ પસંદ કરતો હોવાથી તેમને મસ્જિદોમાં નમાઝ ન પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે જ્યારે આ ફિત્નાનો ભય ન હતો ત્યારે તેણીઓ મસ્જીદમાં જ નમાઝ પઢતી હતી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)