ઘણા બધા લોકો એવા છે જેઓ આ મસ્અલહ થી અજાણ છે કે ઈમામ સાહબ છેલ્લી રકાતમાં સજ્દએ સહવ કરે ત્યારે જે વ્યક્તિની રકાતો છૂટી હોય તો તે વ્યક્તિએ પણ ઈમામ સાહબ જોડે એક તરફ સલામ ફેરવવી જોઈએ કે નહીં..?
આ જ કારણ છે કે આ મસ્અલહ ખબર ન હોવાને કારણે ઘણા લોકોની નમાઝ જ નથી થતી.
શુદ્ધિકરણ :-
મસબૂક એટલે કે જે વ્યક્તિની રકાતો છૂટી હોય તે વ્યક્તિ માટે દુરુસ્ત નથી કે ઈમામ સાહબ જ્યારે છેલ્લે સજદએ સહવ કરતી વખતે એક તરફ સલામ ફેરવે ત્યારે તે પણ સલામ ફેરવે.
હાં ! ઈમામ સાહબ જ્યારે સજ્દએ સહવના બે સજ્દહ્ કરે ત્યારે મસબૂક પણ તેની સાથે સજદહ તો કરે, પરંતુ ઈમામ સાહબ જોડે સલામ ન ફેરવે.
❍ મસબૂકે સલામ ફેરવી દીધી તો :
ઉપરોક્ત મસ્અલહ બતાવ્યા મુજબ રકાતો છોડનારનું સજ્દએ સહવમાં ઈમામ સાહબ સાથે સલામ ફેરવવી દુરુસ્ત નથી, અને જો સલામ ફેરવી દીધી તો તેના બે પ્રકાર છે.
➊ મસબૂકે ઈમામ સાહબ સાથે જ્યારે સલામ ફેરવી ત્યારે તેને પોતાની રકાતો છુટવાનું યાદ તો હતું કે મારી રકાતો છૂટી છે પણ મસ્અલહ ખબર ન હતો કે મારાથી સલામ ન ફેરવાઈ.
હૂકમ :- નમાઝ તૂટી જશે.
➋ મસબૂકે ઈમામ સાહબ સાથે જ્યારે સલામ ફેરવી ત્યારે તેને પોતાની રકાતો છુટવાનું યાદ ન હતું કે મારી રકાતો છૂટી છે.
હૂકમ :- નમાઝ અદા થઈ જશે.
في [فَتَاوَى قَاضِي خَانْ] في فَصْلِ فِيمَنْ يَصِحُّ الِاقْتِدَاءُ بِهِ :
وَلَوْ سَلَّمَ الْمَسْبُوقُ مع الْإِمَامِ يُنْظَرُ إنْ كان ذَاكِرًا لِمَا عليه من الْقَضَاءِ فَسَدَتْ صَلَاتُهُ، وَإِنْ كان سَاهِيًا لِمَا عليه من الْقَضَاءِ لَا تَفْسُدُ صَلَاتُهُ؛ لِأَنَّهُ سَلَامُ السَّاهِي فَلَا يُخْرِجُهُ عن حُرْمَةِ الصَّلَاةِ۔
كَذَا في «شَرْحِ الطَّحَاوِيِّ» في بَابِ سُجُودِ السَّهْوِ. (الباب السابع فیما یفسد الصلاة)
તે માટે ઉપરોક્ત મસ્અલહ ને ખૂબ જ ધ્યાનમાં રાખવો તેમજ બીજા લોકોને પણ બતાવવો ખૂબ જ જરૂરી છે, જેથી નમાઝ દુરુસ્ત થાય.
[ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૧૫૫ & ફતાવા દા.ઉ. ઝકરિયા : ૨ / ૩૭૩]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59