રાયના દાળા બરાબર ઈમાન પર દુનિયાથી દસ ઘણી જન્નત મળવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   એક હદીષ આ પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ દુનિયાથી એક રાયના દાળા સમાન ઈમાન બચાવીને જશે તેને આખીરતમાં અલ્લાહ તઆલા તરફથી દુનિયાથી દસ ઘણી જન્નત મળશે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વર્ણવેલ વાત હદીષ રૂપે કોઈ એક હદીષમાં તો આખી વાત નથી મળતી, અલબત્ત બે અલગ અલગ સહીહ હદીષ છે જે બે હદીષોને ભેગી કરવા પર ઉપરોક્ત વર્ણવેલ વાતના સમાન (થોડા ફર્ક સાથે) મફહૂમ બને છે જે બે હદીષો નીચે મુજબ છે.
     “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે કયામતના દિવસે મારી ભલામણ કબૂલ કરવામાં આવશે, હું કહીશ : હે મારા રબ તે લોકોને જન્નતમાં દાખલ કરી દે જેઓના દિલમાં રાયના દાળા બરાબર ઈમાન છે, તો એવા લોકોને જન્નતમાં દાખલ કરી દેવામાં આવશે.” [બુખારી શરીફ : ૭૫૦૯]
     “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે બેશક હું તે વ્યક્તિ ને જાણું છું જે દોજખમાં થી સૌથી છેલ્લે નીકળશે, (હદીષ ઘણી લાંબી છે, તેનો છેલ્લો ટુકડો બયાન કરવામાં આવે છે) તેને અલ્લાહ તઆલા કહેશે કે જા જન્નતમાં દાખલ થઈ જા તારા માટે તેમાં દુનિયાથી દસ ઘણી વધારે જગ્યા છે.” [મુસ્લિમ શરીફ : ૧૮૬]
   ઉપરોક્ત બન્ને હદીષમાં આટલો તફાવત છે કે જે હદીષમાં રાયના દાળા નો ઉલ્લેખ છે તેમાં દસ ઘણી જન્નત નો ઉલ્લેખ નથી, અને જેમાં દસ ઘણી જન્નત નો ઉલ્લેખ છે તેમાં રાયના દાળા નો ઉલ્લેખ નથી.[ઑનલાઇન ફતાવા દેવબંદ & બન્નોરી ટાઉન]
   તે માટે ઉપરોક્ત વાત આ રીતે બયાન કરવી ઉત્તમ રહેશે કે એક હદીષના મફહૂમ મુજબ રાયના દાળા બરાબર ઈમાન રાખનાર પણ જન્નતમાં દાખલ થશે, અને બીજી એક હદીષના મફહૂમ મુજબ સૌથી છેલ્લે જન્નતમાં જનારા વ્યક્તિને દુનિયાથી દસ ઘણી જન્નત મળશે.
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)