સવાલ :
કુર્આન અને હદીષમાં કોઈ અમલ કરવા ઉપર એવું બતાવવામાં આવે છે કે તેનાથી આમ થશે તેમ થશે વગેરે. તો અમુક વખત આ રીતનું કંઈ થતું નથી એવું કેમ..?
જવાબ :
સૌપ્રથમ આ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે આપણે જે અમલ કરીએ છીએ તે સહીહ પણ છે કે નથી..? એટલે કે તેમાં પોતાના તરફથી કોઈ કમી તો નથી..? કેમ કે પોતાના તરફથી કમી રહેવાની સૂરતમાં પણ આપણે કરેલ અમલની તાસીર બાકી રહેતી નથી.
અને જો આપણો અમલ બિલકુલ દુરુસ્ત હોય અને છતાં તેની તાસીર ન આવે તો આ અલ્લાહ તઆલા તરફથી કોઈ હિકમત હોય છે. જેની વિગત આ છે કે તાસીર અલ્લાહ તઆલા તરફથી હોય છે, તો આ શક્ય છે કે કોઈ વખત તે અમલમાં અલ્લાહ તઆલા તાસીર ન મૂકે કોઈ મસલિહત ના લીધે. દા.ત. તમારી પઢેલ દુવાને તો કબૂલ કરી લે પરંતુ તેનો અસર (તાસીર) કયામતના દિવસે કોઈ ગુન્હો માફ કરવાના રૂપમાં જાહેર કરવામાં આવે. અથવા તેના દ્વારા દુનિયામાં જ કોઈ મોટી મુસીબત ને દૂર કરવાની સૂરતમાં જાહેર કરે. અથવા અન્ય વિવિધ મસલિહતો પૈકી કોઈ પણ હોય શકે છે.
અને આવું એટલે કે અમુક સમય તાસીર ન મૂકવાનું કારણ ગૈબ પર ઈમાન બાકી રાખવા માટે હોય છે કે જો દરેક વસ્તુની તાસીર દુનિયામાં જ પૂરી થવા માંડે તો લોકોનું ઈમાન દેખીતી અને દૃશ્યમાન વસ્તુઓ પર કહેવાશે જે કસોટીના હેતુના વિરુદ્ધ છે, જ્યારે કે અલ્લાહ તઆલા એ આપણને અહીં કસોટીના હેતુ માટે મોકલ્યા છે અને કસોટી માટે ગૈબી વસ્તુઓ માં આ રીતનું હોવું કે અમુક વખત તાસીર ન થાય જરૂરી છે, બલ્કે ત્યારે જ ખરેખર કસોટી કહેવાશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59