ઈસ્લામી આર્ટિકલ્સ
સવાલ :
ભારત ના કેટલાક ગેરમુસ્લિમ આ વાત ને લઈ ઈસ્લામ ને નીચા પાડે છે કે ઈસ્લામ મઝહબ છે ધર્મ નથી કેમ કે મઝહબ એટલે તેને ઈન્સાન દ્વારા ચલાવવામાં આવે. (જેમાં તેઓ હઝરત મુહમ્મદ ﷺ તરફ ઈશારો કરે છે) ધર્મ એટલે ઈશ્વર ભગવાન દ્વાર ચાલવમા આવે. આમ કહી ઇસ્લામની ટીકા કરવમા આવે છે. તેઓનું કહેવુ છે કે ઇસ્લામ ને ફકત મઝહબ કહો ધર્મ ભુલ થી પણ ના કહો. તો શું મઝહબ ને ધર્મ કહી શકાશે..? આના વિશે મુફ્તી સાબ તમારા મુજબ કેવી રીત વર્ણાવવુ..?
જવાબ :
સવાલમાં વર્ણવેલ બન્ને વચ્ચેનો તફાવત જ ગલત છે, બલ્કે તેનાથી ઊંધું એકંદરે સહીહ ખબર પડે છે, તે માટે આપણે ધર્મ અને દીન (મઝહબ) વિષેનું શબ્દકોષો ના સહારે વિગત જોઈએ.
☞ ધર્મ :- જેમ કે હિન્દી અને સંસ્કૃત શબ્દકોશોમાં આપવામાં આવેલા ધર્મના તમામ અર્થોમાં, ફરજ (જીમ્મેદારી) અને જવાબદારીનો અર્થ કંઈક અંશે સામાન્ય રીતે જોવા મળે છે, જે સમાજ, નીતિશાસ્ત્ર અને દુન્યવી ક્રિયાપ્રણાલી સાથે વધુ સંબંધિત છે, જેને અંગ્રેજીમાં “ ડ્યુટી ” તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
એટલે કે દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિભાવવી એ ધર્મ છે. જે સામાજિક અને નૈતિક રીતે ચૂકવવામાં આવતી હોય છે, અથવા તેના પોતાના ગુણો અને લાક્ષણિકતાઓ સાથે કામ કરવું. જેમ કે માતા-પિતાની સેવા કરવી એ બાળકો નો ધર્મ છે, વિદ્યાર્થીઓને શીખવવું એ શિક્ષકો નો ધર્મ છે, વગેરે.
☞ દીન (મઝહબ) :- જ્યારે કે અરબી ભાષા અને શબ્દકોશમાં દીન (મઝહબ) ના શાબ્દિક અર્થમાં ઈનામ, આત્મસમર્પણ, આજ્ઞાપાલન, વળતર, આદેશોનું પાલન, શરિયતનું પાલન શામેલ છે.
અને પરિભાષામાં દીન (મઝહબ) તે સંદેશ, માર્ગદર્શિકા અને આદેશ છે જે અલ્લાહ તઆલાએ પયગંબરો દ્વારા મનુષ્યોને માર્ગદર્શન આપવા, તેમજ અલ્લાહ અને માણસ વચ્ચેના સાચા સંબંધને દર્શાવવા અને આખિરત, પયગંબરી જેવા મૂળભૂત સિદ્ધાંતોને ઓળખવા માટે ઉતારેલ વાતોને કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં “ રીલીઝન ” તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
ઉપરોક્ત વર્ણવેલ દીનની વ્યાખ્યામાં, જરૂરી માન્યતાઓ (અકાઈદ) અને ક્રિયાઓ (આમાલ) દરેકનો સમાવેશ થઈ જાય છે. હવે મઝહબનો પણ આ જ અર્થમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભલે તેના માટે મૂળ શબ્દ દીન જ અસલ છે. [જુઓ : “ હિન્દુ ઈઝમ ” લેખક : મૌલાના અબ્દુલ હમીદ નૌમાની]
ઉપરોક્ત માહિતી જોતા તેઓનું આ કહેવું તો સહીહ છે કે અમારા (હિન્દુઓ) માટે ધર્મ નો શબ્દપ્રયોગ અને તમારા (મુસલમાનો) માટે મઝહબ નો શબ્દપ્રયોગ કરવો જોઈએ સહીહ છે. પણ તેનાથી તેઓ જે મતલબ લે છે તે ગલત બલ્કે બિલકુલ ઊંધો છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59