ઘણા લોકો કુર્આનની તીલાવત કરતી વખતે જબાન અનો હોઠ હલાવ્યા વગર મનમાં જ તીલાવત કરતા હોય છે, નમાઝ માં હોય કે નમાઝ સિવાય આમ તીલાવત કરતા હોય. તો આ રીતે તીલાવત કરવાનો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે..? તે જાણી લેવું જોઈએ.
શુદ્ધિકરણ :-
બેશક કુર્આન મજીદને તજવીદ સાથે પઢવું જરૂરી છે, અને દરેક હુરૂફને તેની દુરુસ્ત જગ્યાએ થી કાઢવાને અને અદા કરવાને તજવીદ કહેવામાં આવે છે.
અને કુર્આનની તીલાવત વખતે હુરૂફને સહીહ તરીકાથી પઢવું જબાન અને હોઠ હલાવ્યા વગર શક્ય જ નથી, તે માટે ઉલમાએ તે તીલાવત જે મનમાં એટલે કે હોટ અને જબાન હલાવ્યા વગર કરવામાં આવે અયોગ્ય ઠેરાવી છે.
☜ " وفي الهندية " وَأَمَّا حَدُّ الْقِرَاءَةِ فَنَقُولُ تَصْحِيحُ الْحُرُوفِ أَمْرٌ لَا بُدَّ مِنْهُ فَإِنْ صَحَّحَ الْحُرُوفَ بِلِسَانِهِ وَلَمْ يُسْمِعْ نَفْسَهُ لَا يَجُوزُ وَبِهِ أَخَذَ عَامَّةُ الْمَشَايِخِ هَكَذَا فِي الْمُحِيطِ، وَهُوَ الْمُخْتَارُ.
તે માટે મનમાં જ તીલાવત કરવી નમાઝ માં કે નમાઝ સિવાય દુરુસ્ત નથી.
[ફતાવા દા.ઉ. દેવબંદ ૨ / ૩૪૬, અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ ૧૧ / ૬૭]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59