લોકોમાં આ દુરૂદ શરીફ પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ જુમ્માના દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએ થી ઉઠ્યા વગર ૮૦ વખત નિમ્ન દુરૂદ શરીફ પઢશે તેના ૮૦ વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવશે.
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأَمِيِّ وَ عَلٰى أٰلِهٖ وَسَلِّمْ تَسْلِیْمًا.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત દુરૂદ શરીફ હદીષોની કિતાબોમાં વર્ણવેલ ફઝીલત સાથે મળે તો છે પરંતુ તેની સનદ ઘણી જ વધારે કમજોર હોવાને લીધે મુહદ્દીષીન અને શુદ્ધિકરણ કરનાર ઉલમા એ લખ્યું છે કે ઉપરોક્ત દુરૂદ શરીફ અને તેની ફઝીલત રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીત કરવામાં સાવચેતી રાખવી જોઈએ. (સંબોધીત ન કરવું જોઈએ)
કેમ કે જે હદીષોની સનદ કમજોર હોય છે તેને બયાન કરવા માટે ત્રણ શર્તો પૈકી એક શર્ત આ છે કે તેની સનદ વધારે પડતી કમજોર ન હોય. અને ઉપરોક્ત હદીષની સનદ વધારે પડતી કમજોર છે.
☞ નોંધ :- ઝઈફ હદીષ પર અમલ અને બયાન કરવાની શર્તો પર આધારિત પોસ્ટ જોવા માટે નિમ્ન લિંક ↷ પર ક્લિક કરી જોઈ શકો છો. ઝઈફ હદીષનો હુકમ
તો હવે તેના પર અમલ કરવો જોઈએ કે નહીં..? તો તેનો જવાબ આ છે કે નિમ્ન શર્તો નો ખ્યાલ રાખીને અમલ કરવામાં આવે તો વાંધો નથી. જે શર્તો નીચે મુજબ છે.
૧) ઉપરોક્ત અમલ પ્રત્યે સુન્નત હોવાનું સમજવામાં ન આવે.
૨) તેના પર ષવાબની ઉમ્મીદ સાવચેતી ના રૂપે રાખવામાં આવે.
૩) તેમાં બતાવ્યા મુજબ અમલ કરવામાં પાબંદી કરવામાં ન આવે, દા.ત. અસર પછી પઢવામાં આવે, તેમજ જગ્યાએ થી ઉઠ્યા વગર પઢવામાં આવે વગેરે.
૪) દર શુક્રવારે પણ પઢવામાં ન આવે, બલ્કે કોઈક કોઈક જુમ્માએ છોડી દેવામાં આવે જેથી સુન્નત થી સાબિત હોવાનો અકીદો ન રહે.
તે માટે ઉપરોક્ત શર્તોની સાથે તેના પર અમલ કરવામાં વાંધો નથી.
[આ દુરૂદ શરીફની તહકીક હઝરત શેખ તલ્હા મનિયાર હફીઝહુલ્લાહ ના લેખની મદદ થી લખવામાં આવી છે]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59