સદ્કહ વિષે અગત્યની માહિતી

Ml Fayyaz Patel
0


۩۩ ઇસ્લામી આર્ટિકલ્સ ۩۩

   ણા લોકો દરરોજ સદ્કહ ની પાબંદી કરતા હોય છે, પરંતુ સદ્કહ વિષે શરઈ માહિતી પૂરેપૂરી ન હોવાને લીધે ઘણી બધી ગલતફહમી માં જોવા મળે છે, માટે નીચે તેના વિષે વિગતવાર અગત્યની માહિતી લખવામાં આવે છે.
   સૌથી પહેલા તો શરીયતની પરિભાષામાં સદકહ કોને કહેવાય તેને જાણી લઈએ, ત્યારબાદ તેના પ્રકાર અને છેલ્લે તેનો હુકમ જાણીએ.

સદ્કહની શરઈ વ્યાખ્યા

   સદ્કહ તે દાન ને કહેવામાં આવે છે જે અલ્લાહ તઆલા ની રઝામંદી તેમજ તેનાથી ષવાબ પામવાની ઉમ્મીદ થી દેવામાં આવે.
☜ الصدقة : هي العطية تبتغى بها المثوبة من الله تعالى.
[مجمع التعريفات : ۳۱۱؃، قاموس الفقہ : ٤ / ٢٢٢]

સદ્કહના પ્રકાર

   સદ્કહના બુનિયાદી બે પ્રકાર છે, (૧) વાજીબ સદ્કહ, (૨) નફલ સદ્કહ, આ બન્ને ની વ્યાખ્યા તેમજ તેનો હુકમ નીચે મુજબ છે.
૧) ☞ વાજીબ સદ્કહ :- વાજીબ સદ્કહ તે સદ્કહને કહેવામાં આવે છે જે અલ્લાહ તઆલા તરફથી પોતાના બંદા પર તેનું અદા કરવું વાજીબ કરવામાં આવ્યું હોય દા.ત. ઝકાત, સદ્કએ ફિત્ર વગેરે અથવા બંદાએ પોતે પોતાની ઉપર જેને વાજીબ કર્યો હોય દા.ત. મન્નત દ્વારા અથવા અમુક કરેલી ગલતી ના કફ્ફારા રૂપે પોતાની ઉપર વાજીબ થતા સદ્કહ ને વાજીબ સદ્કહ કહેવાય છે.
➤ વાજીબ સદ્કહનો હુકમ :- વાજીબ સદ્કહનો હુકમ આ છે કે આ સદ્કહ માત્ર શરઈ જરૂરતમંદ મુસ્લિમ ને જ આપવો દુરસ્ત છે, તેના સિવાય બીજા ને આપવા પર સદ્કહ યોગ્ય ગણાશે નહીં.
☜ باب المصرف [قوله : أي مصرف الزكاة والعشر] وهو مصرف أيضا لصدقة الفطر والكفارة والنذر وغير ذلك من الصدقات الواجبة كما في القهستاني۔
[رد المحتار : ۲ / ۳۳۹، ط : دار الفکر]
૨) ☞ નફલ સદ્કહ :- નફલ સદ્કહ તે સદ્કહ ને કહેવામાં આવે છે જે માત્ર ષવાબની નીય્યત અથવા મુસીબત દૂર કરવાના ઈરાદે અથવા કોઈ કામ કરતાં પહેલા અથવા બિમારી દૂર કરવાના ઈરાદે વગેરે દરરોજ નીયમીત અથવા કોઈક વખત આપણે કાઢતા રહીએ છીએ તેને નફલ સદ્કહ કહેવામાં આવે છે.
➤ નફલ સદ્કહ નો હુકમ :- નફલ સદ્કહ ગરીબ - માલદાર, મુસ્લિમ - ગેર મુસ્લિમ દરેક ને આપવો જાઈઝ છે, અલબત્ત જરૂરતમંદ મુસ્લિમ ને આપવો શ્રેષ્ઠ છે, બાકી ગમે તેને આપવાથી સદ્કહ અદા થઈ જશે.
☜ ویجوز صرف صدقة التطوع إلیهم (الحربي، والمستأمن، واهل الذمة) بالاتفاق. [الهندية : ١ / ١٨٨]
✰ ફાયદો :- ઉપરોક્ત સદ્કહ ના બન્ને પ્રકારની માહિતી આવ્યા બાદ આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આમ તોર પર આપણે દરરોજ જે સદ્કહ કાઢતા હોઈએ છીએ તે નફલી સદ્કહ હોય છે, અને તેનો હુકમ પણ જાણી લીધો કે તે સદ્કહ દરેક ને આપી શકાય છે.
   અને બીજી વાત કે આ નફલી સદ્કહ માં ગમે તે વસ્તુ આપી શકાય છે, એવું સમજવું કે સદ્કહ માં માત્ર પૈસા અથવા બકરો જ આપવો પડે સદંતર ખોટી સમજણ છે. તેમજ સદ્કહ કરવાના ઘણા ફઝાઈલ અને ફાયદા હદીષમાં બતાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

સદ્કહ ના ફઝાઈલ અને ફાયદા

   હદીષમાં સદ્કહ આપવાના ઘણા ફઝાઈલ અને ફાયદા બતાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
૧) ➙ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે સદકહ્ અલ્લાહના ગુસ્સાને ખતમ કરે છે અને ખરાબ મોતને દૂર કરે છે.
[તીરમીઝી શરીફ : ૬૬૪]
૨) ➙ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે સદ્કહ બુરાઈના ૭૦ દરવાજા બંધ કરે છે. 
[તબરાની : ૪૪૦૨]
૩) ➙ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે સદ્કહ કબરવાળા ની ગરમી દૂર કરે છે, અને મોમીન કયામતના દિવસે પોતાના સદ્કહ ના છાયડામાં હશે. 
[તબરાની : ૭૮૭]
૪) ➙ એક સહાબીؓ એ રસુલુલ્લાહ ﷺ ને પુછ્યું કે સૌથી શ્રેષ્ઠ સદકહ્ શું છે..? તો રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે પાણી પીવડાવવું. 
[અત્તરગીબ વ'ત્તરહીબ : ૯૬૨]
૫) ➙ રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે પોતાની અવલાદ ને અદબ શીખવાડવો એક સૉઅ (લગભગ સવા ત્રણ કિલો) ખજુર સદકહ કરવાથી વધુ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. 
[તીરમીઝી શરીફ : ૧૯૫૧]
૬) ➙ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે દરેક ભલાઈ સદ્કહ છે. અને ભલાઈ આ પણ છે કે તમે પોતાના ભાઈને ખુશ ચહેરા સાથે મળો, અને પોતાની ડોલ વડે તેની ડોલમાં પાણી નાંખો.
[તીરમીઝી શરીફ : ૧૯૭૦]
૭) ➙ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે મુસલમાન એક છોડવો લગાવે અથવા પોતાના ખેતરમાં બિયારણ વાવે અને પ્રાણીઓ, પક્ષીઓ અથવા માણસ પૈકી તેને કોઈ ખાય તો આ બિયારણ કરનાર માટે સદકહ કહેવાશે. (એટલે કે સદકહ કરવાનો સવાબ મળશે)
[બુખારી શરીફ : ૨૩૨૦]
   આ સિવાય બીજા ઘણા ફઝાઈલ છે, પ્રોત્સાહન માટે ઉપરોક્ત વર્ણવેલ કાફી છે.
[❖ સમાપ્ત ❖]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)