ફજરની સુન્નતો ક્યારે અને ક્યાં પઢવી..?

Ml Fayyaz Patel
7 minute read
0
   ફજરની સુન્નતો વિષે હદીષની કિતાબોમાં ઘણા ફઝાઈલ આવ્યા છે, પરંતુ ઘણા લોકો ફજરની સુન્નત ક્યારે અને ક્યાં પઢવી જોઈએ તે વિષે ઘણી ગફલતમાં રહે છે, તે માટે ફજરની સુન્નત વિષે નિમ્ન વિગતવાર માહિતી લખવામાં આવે છે.

ફર્ઝ નમાઝ ઉભી થયા પછી સુન્નતો પઢવાની મનાઈ વિષે

   હદીષમાં ફર્ઝ નમાઝ ઉભી થઈ જાય તો સુન્નત અને નફલ પઢવાની મનાઈ કરવામાં આવી છે . હદીષમાં આવે છે કે :
عَنْ أَبِى هُرَيْرَةَ عَنِ النَّبِىِّ ﷺ قَالَ: إِذَا أُقِيمَتِ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ۔ [صحيح مسلم : ١٦٧٨، سنن ابى داود : ١٢٦٨]
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જ્યારે ફર્ઝ નમાઝ ઉભી થઈ જાય ત્યારે ફર્ઝ સિવાય બીજી કોઈ નમાઝ પઢવી દુરુસ્ત નથી.
❖ અગત્યની નોંધ :- ઉપરોક્ત હદીષના જાહેરથી તો એવી જ ખબર પડે છે કે ફર્ઝ નમાઝ ઉભી થઈ ગયા પછી કોઈ પણ સુન્નત અને નફલ નમાઝ પઢવી દુરુસ્ત નથી, પરંતુ ફજરની સુન્નતનો હૂકમ બીજી બધી સુન્નતો થી અલગ છે અથવા એમ સમજવું જોઈએ કે ઉપરોક્ત હદીષમાં જે મનાઈ કરવામાં આવી છે તેમાં ફજરની સુન્નતની મનાઈ શામેલ અને દાખલ નથી બે કારણો ના લીધે.
➊ હદીષમાં ફજરની સુન્નતોની ઘણી જ ફઝિલત અને તાકીદ આવેલી છે. 
➋ હદીષમાં સહાબાؓ  થી પણ ફજરની જમાઅત ઉભી થઈ ગયા પછી ફજરની સુન્નતો પઢવી સાબિત છે. અને સહાબાؓ થી વધારે રસુલુલ્લાહ ﷺ ની તાલીમને જાણનાર અને સમજનાર કોણ હોઈ શકે..?

ફજરની સુન્નતોની ફઝિલત અને તાકીદ હદીષની રોશનીમાં

   ઉપરોક્ત જણાવ્યા મુજબ કે હદીષોમાં ફજરની સુન્નતોની ઘણી ફઝિલત અને તાકીદ આવી છે જે નિમ્ન મુજબ છે.
☜ عَنْ عَائِشَةَؓ ‌‌‌‌‌‏قَالَتْ إِنَّ رَسُولَ اللَّهِ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى الرَّكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ۔
[صحيح مسلم : ١٦٨٦، سنن أبي داود : ۱۲۵۴]
☞ તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ સુન્નત અને નફલ નમાઝો પૈકી સૌથી વધારે પાબંદી ફજરની બે રકાત સુન્નતની કરતા હતા.
☜ عَنْ عَائِشَةَؓ قَالَتْ قَالَ رَسُولُ اللَّهِ ﷺ رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا۔
[صحيح مسلم : ١٦٨٨، سنن ترمذي : ٤١٦]
☞ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે ફજરની બે રકાત સુન્નત દુનિયા અને તેમાં જે કાંઈ પણ વસ્તુ છે તે બધા કરતાં શ્રેષ્ઠ અને ઉત્તમ છે.
☜ عَنْ أَبِی ھُرَیْرَۃَؓ أَنَّ رَسُولَ اللّٰهِ ‌ﷺ قَالَ لَاتَدْعُوْ رَکْعَتَیِ الْفَجْرِ وَإِنْ طَرَدَتْکُمُ الْخَیْلُ۔
[مسند احمد : ۲۰۹۳، سنن أبي داود : ۱۲۵۸]
☞ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમે ફજરની બે રકાત સુન્નત ન છોડો, ભલેને તમોને (દુશ્મનો ના) ઘોડા કચડી નાખે.
☜ عَنْ عَائِشَةَؓ قَالَتْ مَا رَأَيْتُ رَسُولَ اللَّهِ ﷺ فِي شَيْءٍ مِنْ النَّوَافِلِ أَسْرَعَ مِنْهُ إِلَى الرَّكْعَتَيْنِ قَبْلَ الْفَجْرِ۔
[صحیح مسلم : ۱٦٨٧]
☞ તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન ફરમાવે છે કે મેં રસુલુલ્લાહ ﷺ ને કોઈ સુન્નત અથવા નફલમાં એટલી જલ્દી કરતા નથી જોયા જેટલી જલ્દી ફજરની સુન્નતો માટે કરતા હતા.
☜ عَنْ عَائِشَةَؓ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا۔
[صحیح مسلم : ١٦٨٩]
☞ તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન ફરમાવે છે કે મને રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે ફજરની બે રકાત સુન્નત મને આખી દુનિયા કરતાં વધારે પસંદ છે.
   આ અમુક હદીષો છે જેનાથી ખબર પડે છે કે ફજરની સુન્નતોની કેટલી ફઝિલત અને તાકીદ આવેલી છે.

જમાત ઉભી થઈ ગયા પછી ફજરની બે રકાત સુન્નત પઢવાનો સહાબા રદી. થી સબૂત

   ઉપરોક્ત બતાવ્યા મુજબ કે સહાબા થી પણ ફજરની જમાત ઉભી થઈ ગયા પછી પણ બે રકાત સુન્નત પઢવી સાબિત છે જે નિમ્ન મુજબ છે.
☜ عَنْ حَارِثَةَ بْنِ مُضَرِّبٍ أَنَّ ابْنَ مَسْعُودٍؓ وَأَبَا مُوسَىؓ خَرَجَا مِنْ عِنْدِ سَعِيدِ بْنِ الْعَاصِؓ، فَأُقِيمَتِ الصَّلَاةُ، فَرَكَعَ ابْنُ مَسْعُودٍؓ رَكْعَتَيْنِ، ثُمَّ دَخَلَ مَعَ الْقَوْمِ فِي الصَّلَاة.
[مصنف ابن أبي شيبة : ٦٤٧٦]
☞ તર્જુમો :- હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદؓ અને હઝરત અબૂ મુસાؓ હઝરત સઈદ ઈબ્ને આસؓ પાસેથી જ્યારે (મસ્જિદ) આવ્યા તો ફજરની જમાત ઉભી થઈ ગઈ હતી, તો પહેલા હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદ એ બે રકાત સુન્નત પઢી અને પછી જમાતમાં શામેલ થઈ ગયા.
☜ عَنْ أَبِي مِجْلَزٍ قَالَ دَخَلْتُ الْمَسْجِدَ فِي صَلَاةِ الْغَدَاةِ مَعَ ابْنِ عُمَرَؓ وَابْنِ عَبَّاسٍؓ وَالْإِمَامُ يُصَلِّي، فَأَمَّا ابْنُ عُمَرَؓ فَدَخَلَ فِي الصَّفِّ، وَأَمَّا ابْنُ عَبَّاسٍؓ فَصَلَّى رَكْعَتَيْنِ ثُمَّ دَخَلَ مَعَ الْإِمَامِ الخ.
[شرح معاني الآثار : ٢٢٠٠]
☞ તર્જુમો :- હઝરત અબૂ મીજલઝؒ બયાન કરે છે કે હું હઝરત ઈબ્ને ઉમરؓ અને હઝરત ઈબ્ને અબ્બાસؓ ફજરની નમાઝ માટે એવા સમયે મસ્જીદમાં દાખલ થયા કે જમાત ઉભી થઈ ગઈ હતી, હઝરત ઈબ્ને ઉમરؓ તો જમાતમાં શામેલ થઈ ગયા અને હઝરત ઈબ્ને અબ્બાસؓ એ પહેલા બે રકાત પઢી, પછી જમાતમાં શામેલ થઈ ગયા.
☜ عَنْ مُحَمَّدِ بْنِ كَعْبٍ قَالَ خَرَجَ عَبْدُ اللهِ بْنُ عُمَرَؓ مِنْ بَيْتِهِ فَأُقِيمَتْ صَلَاةُ الصُّبْحِ فَرَكَعَ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَدْخُلَ الْمَسْجِدَ وَهُوَ فِي الطَّرِيقِ ثُمَّ دَخَلَ الْمَسْجِدَ فَصَلَّى الصُّبْحَ مَعَ النَّاسِ.
[شرح معاني الآثار : ٢٢٠٢]
☞ તર્જુમો :- મુહમ્મદ બિન કઅબؒ બયાન કરે છે કે હઝરત ઈબ્ને ઉમરؓ પોતાના ઘરેથી નીકળ્યા અને ફજરની જમાત ઉભી થઈ ગઈ હતી, તો તેમણે મસ્જીદમાં દાખલ થતાં પહેલા જ બે રકાત સુન્નત પઢી લીધી, પછી મસ્જીદમાં દાખલ થઈ જમાતમાં લોકો સાથે શામેલ થઈ ગયા.
☜ عَنْ أَبِي عُبَيْدِ اللهِ عَنْ أَبِي الدَّرْدَاءِؓ أَنَّهُ كَانَ يَدْخُلُ الْمَسْجِدَ وَالنَّاسُ صُفُوفٌ فِي صَلَاةِ الْفَجْرِ، فَيُصَلِّي الرَّكْعَتَيْنِ فِي نَاحِيَةِ الْمَسْجِدِ ثُمَّ يَدْخُلُ مَعَ الْقَوْمِ فِي الصَّلَاةِ.
[شرح معاني الآثار : ٢٢٠٥]
☞ તર્જુમો :- હઝરત અબૂ ઉબૈદુલ્લાહؒ બયાન કરે છે કે હઝરત અબૂ દરદા જ્યારે પણ મસ્જીદમાં આવતા અને ફજરની જમાત ઉભી થઈ ગઈ હોય તો પહેલા એક ખૂણામાં બે રકાત સુન્નત પઢતા, પછી જમાતમાં શામેલ થઈ જતા.
   આ અમુક હદીષો છે જેનાથી ખબર પડે છે ફજરની જમાત ઉભી થઈ ગયા પછી પણ બે રકાત સુન્નત પઢવી સહાબાؓ થી સાબિત છે.

ફજરની સુન્નતો પઢવા વિષે વિગતવાર મસ્અલહ

   ઉપરોક્ત હદીષની રોશનીમાં જણાવ્યા મુજબ કે ફજરની સુન્નતોની ઘણી ફઝિલત અને તાકીદ આવેલી છે તેમજ સહાબાનું પણ જમાત ઉભી થઈ ગયા પછી પણ સુન્નત પઢવું સાબિત છે તો આ અનુસાર ઉલમાએ ફજરની સુન્નત ક્યાં સુધી પઢી શકાય તે વિષે નિમ્ન મુજબ મસાઈલ લખ્યા છે.
✰ મસ્અલહ્ :- કોઈ વ્યક્તિ ફજરની નમાઝમાં એવા સમયે ઘરેથી નિકળે કે જમાત ઉભી થઈ ગઈ હશે તો શ્રેષ્ઠ આ છે કે ઘરમાં જ સુન્નત પઢી લે. અથવા મસ્જીદમાં પહોંચે અને જમાતનો છેલ્લો કાયદો હાથ આવવાની ઉમ્મીદ હોય તો પહેલા સુન્નત પઢી લેવી અને પછી જમાતમાં જોડાઈ જવું.
✰ મસ્અલહ્ :- જો છેલ્લો કાયદો પણ હાથ આવી શકે એમ ન હોય તો જમાતમાં શામેલ થઈ જવું, અને બાકી સુન્નત ફજરની નમાઝ પઢ્યા પછી જ્યારે સૂરજ ઊગી જાય ત્યાર પછીથી લઈ ઝવાલના સમય પહેલા પહેલા કોઈ પણ સમયે પઢી લેવી. કેમ કે ફજરની નમાઝ પછી તરત કોઈ પણ નફલ અથવા સુન્નત નમાઝ પઢવી જાઈઝ નથી, જ્યાં સુધી સૂરજ ઊગી ન જાય. એવી જ રીતે ફજરની તે દિવસની સુન્નત ઝવાલ પછી મનાઈ છે.
وإذا خاف فوت ركعتي الفجر لاشتغاله بسنتها تركها (الى قوله) والا بأن رجا إدراك ركعة في ظاهر المذهب، وقيل : التشهد واعتمده المصنف والشرنبلالىؒ تبعا للبحر.
[الدر المختار مع رد المختار : ٢ / ٤٤٥ - ٤٤٦]
وَفِيْ رَدِّ الْمُخْتَارِ : وَأَمَا إذَا فَاتَتْ وَحْدَهَا فَلَا تُقْضَى قَبْلَ طُلُوعِ الشَّمْسِ بِالْإِجْمَاعِ؛ لِكَرَاهَةِ النَّفْلِ بَعْدَ الصُّبْحِ. وَأَمَّا بَعْدَ طُلُوعِ الشَّمْسِ فَكَذَلِكَ عِنْدَهُمَا، وَقَالَ مُحَمَّدٌ: أَحَبُّ إلَيَّ أَنْ يَقْضِيَهَا إلَى الزَّوَالِ كَمَا فِي «الدُّرَرِ». قِيلَ: هَذَا قَرِيبٌ مِنَ الِاتِّفَاقِ؛ لِأَنَّ قَوْلَهُ: «أَحَبُّ إلَيَّ» دَلِيلٌ عَلَى أَنَّهُ لَوْ لَمْ يَفْعَلْ لَا لَوْمَ عَلَيْهِ. وَقَالَا: لَا يَقْضِي، وَإِنْ قَضَى فَلَا بَأْسَ بِهِ، كَذَا فِي «الْخَبَّازِيَّةِ».

ફજરની સુન્નતો ક્યાં પઢવી જોઈએ

   ફજરની સુન્નતોને લઈને આજકાલ લોકોમાં આ વસ્તુ પણ ખૂબ જ જોવા મળે છે કે જ્યારે ફજરની જમાત ઉભી થઈ ગઈ હોય અથવા જમાતની બિલકુલ તૈયારી હોય ત્યારે સુન્નત પઢવા માટે જમાતખાના માં જ સફોમાં અથવા સફોની બિલકુલ પાછળ ઉભા થઈ જાય છે. જ્યારે કે આ રીતે સુન્નત પઢવી મકરૂહ તેમજ મનાઈ છે. કેમ કે આ રીતે સુન્નત પઢવી જાહેરમાં ફર્ઝ નમાઝની જે જમાત ઉભી થઈ છે તેની વિરૂદ્ધ અમલ લાગે છે, તેમજ અમુક વખત જમાતમાં શામેલ થનાર લોકોને પણ તકલીફ પડતી હોય છે.
   તે માટે જમાતખાના થી દૂર કોઈ વસ્તુ દિવાલ અથવા ખૂટ વગેરેની આડમાં પઢવામાં આવે, અને જો કોઈ મસ્જીદમાં એવી કોઈ જ વ્યવસ્થા ન હોય તો ( અમુક ઉલમાના મંતવ્ય પ્રમાણે ) ત્યાં સુન્નતો ન પઢવી જોઈએ બલ્કે જમાતમાં શામેલ થઈ જવું.
وفي الدر المختار : بل يصليها عند باب المسجد إن كان وجد مكانا والا تركها لأن ترك المكروه مقدم على فعل السنة...الخ [٢ / ۴۴٦]
قوله : (ولا يشتغل عنه بالسنة) أي عن الاقتداء. قوله: (ولو في المسجد بعيدا عن الصف) أي يشترط في كونه يأتي بسنة الفجر إذا أخذ المؤذن في الإقامة أن يأتي بها عند باب المسجد، فإن لم يجد مكانا تركها؛ لأن في الإتيان بها في المسجد حينئذ مخالفة الجماعة فتكره، وترك المكروه مقدم على فعل السنة.
[حاشية الطحطاوي على مراقي الفلاح شرح نور الإيضاح]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)