શું ધર્મ વિજ્ઞાન નો વિરોધ કરે છે..?

Ml Fayyaz Patel
0
   આજકાલ સોશિયલ મીડિયા પર નાસ્તિક લોકો આ રીતની ગેર સમજણ ફેલાવી રહ્યા છે કે એક વ્યક્તિ માટે વિજ્ઞાન (સાયન્સ) ખૂબ જરૂરી છે, અહીં સુધી કે એક માણસ ધર્મ વગર તો રહી શકે છે પરંતુ વિજ્ઞાન વિના તેના માટે જીવન જીવવું ખૂબ જ અતિશય મુશ્કેલ છે. દા.ત. ફ્રિજ, ઈન્ટરનેટ, બીજી બધી ટેક્નોલોજી ની જરૂરત માણસને દગલે ને પગલે પડે છે. જાણે તે એવું બતાવવા માંગે છે કે વિજ્ઞાન માટે નાસ્તિકતા જરૂરી છે અને આની પાછળ તેઓનો અસલ હેતુ નાસ્તિકતા નો પ્રચાર પ્રસાર હોય છે.
વિશ્લેષણ :-
   આવા બુદ્ધિજીવીઓ ને આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે વિજ્ઞાન એક જ્ઞાન છે અને નાસ્તિકતા એક વિચારધારા છે, જ્ઞાન દરેક માટે આસ્તિક (ધાર્મિક) હોય કે પછી નાસ્તિક બન્ને માટે ફાયદાકારક પણ છે અને તેની વાસ્તવિક્તા ના સમર્થક પણ છે.
   તે માટે એવું સમજવું કે વિજ્ઞાન એ જ નાસ્તિકતા અને નાસ્તિકતા એ જ વિજ્ઞાન છે સરાસર ગલત અને ખોટી સમજણ છે. બલ્કે દરેક ધર્મના લોકોનું વિજ્ઞાન માં બલિદાન રહ્યું છે, અને હાં ઈસ્લામે કોઈ દિવસ વિજ્ઞાન નો વિરોધ નથી કર્યો, વિરોધ કર્યો છે તો તે પશ્ચિમી સંસ્કૃતિ નો વિરોધ કર્યો છે, અને એકાદ વિજ્ઞાન ના તે નિયમોનો વિરોધ કર્યો છે જે ઈસ્લામિક વિચારધારા ની વિરુદ્ધ છે. સારાંશ કે એમ કહી ગલત સમજણ ફેલાવવી કે માણસ ધર્મ વગરનો તો રહી શકે છે પરંતુ વિજ્ઞાન વગર નહીં બિલકુલ બેબુનિયાદ અને બેવકૂફી ને પાત્ર વાત છે. નીચે મુસલમાન વૈજ્ઞાનિકો નો વિજ્ઞાનની દુનિયામાં શું ફાળો છે તે વર્ણવામાં આવે છે.
❍ મુસ્લિમ વૈજ્ઞાનિકો નો વિજ્ઞાનમાં ફાળો.
➤ દુનિયામાં સૌપ્રથમ પીન હૉલ કેમેરા ની શોધ કરનાર “ અબૂ' અલી અ'લ્ હસન બિન હય્ષમ ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ કેલેન્ડર ની શોધ કરનાર “ ઉમર અ'લ્ ખય્યામ ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ “ અ'લ્ જબરા ” ની શોધ તેમજ ઓળખ આપનાર “ મુહમ્મદ બિન મુસા અ'લ્ ખ્વારઝમી ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ શેમ્પૂ ની શોધ કરનાર “ દીન મુહમ્મદ ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સર્જરી માટે વપરાતી સાધન સામગ્રી ની શોધ કરનાર “ અબૂ'લ્ કાસીમ ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ રોશની ની રફતાર અવાજની રફતાર કરતા તેજ હોવાની ખબર આપનાર “ અ'લ્ બૈરૂની ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ જમીન, ચાંદ અને તારાઓના પરિભ્રમણ ની જાણકારી આપનાર “ અ'લ્ બૈરૂની ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ નાઈટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ ની શોધ કરનાર “ જાબીર ઈબ્ને હય્યાન ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ ઉડાન ભરનારી મશીન બનાવવાની કોશિશ કરનાર “ અબ્બાસ ઈબ્ને ફિરનસ ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
➤ દુનિયામાં સૌપ્રથમ કોરોનટાઈન ની પહેચાન આપનાર “ ઈબ્ને સીના ” નામી વૈજ્ઞાનિક મુસલમાન હતા.
   આ સિવાય મુસ્લિમ વૈજ્ઞાનિકોના ઘણા ફાળા રહ્યા છે, તે માટે વિજ્ઞાન સાથે નાસ્તિકતા ને જરૂરી અથવા ખાસ સમજવું સહીહ નથી.
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)