ઐતિહાસિક સંદર્ભો હેઠળ “ બર્થ ડે ” ના ઈતિહાસ નું ટુંકમાં મુલ્યાંકન કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થાય છે કે :
મિસરથી શરૂ થયેલ આ પ્રથા બાદમાં ગ્રીક સંસ્કૃતિનો ભાગ બની. જ્યાં પોતાના ધર્મના દેવી દેવતાઓ ના આદર અને સન્માન માટે આનો પ્રારંભ થયો. ત્યારપછી પશ્ચિમી સંસ્કૃતિમાં આ પ્રથાએ પોતાનો પાયો મજબૂત બનાવ્યો. જ્યાં ખ્રિસ્તી ધર્મમાં સ્વીકૃતિ મળવાની સાથે તેનો પ્રારંભ ખુદાના સન્માનમાં ચાંદના આકારમાં કેક અને મીણબત્તી નો પ્રબંધ કરી તેને પૂજા અને ઈબાદતનું સ્થાન આપવામાં આવ્યું. અહીં સુધી તો માત્ર દેવી દેવતાઓ અને ખુદા સુધી સિમીત બર્થ ડે નો પ્રબંધ થતો હતો.
ત્યારબાદ ધીમે ધીમે આ પ્રથા આ વિચારધારા હેઠળ કે દરેક વ્યક્તિ સ્વંય એક દેવતા હોય છે, જેના સંદર્ભમાં પોતાના માન સન્માન માટે પોતાના જન્મદિવસ ની ઉજવણી તરીકે ખૂબ જ પ્રચલિત થઈ. જેમાં આ એક વિચારધારાને પણ ધ્યાનમાં રાખીને મનાવતા હતા કે માણસ ગુનાહોના બોજ સાથે પેદા થાય છે. અને દર વર્ષે જન્મદિવસ ની ઉજવણી તે બોજને હલકો કરે છે. ત્યારબાદ જોતાંં જોતાંં આ પ્રથા મુસ્લિમ સમાજ સમેત દરેક સંસ્કૃતિનો ભાગ બની ગઈ. જેને આજે આપણે ખુલ્લી આંખોએ નિહાળીએ છીએ.
ઉંમરનું એક વર્ષ ઓછું થવા પર આત્મ-ચિંતન કરવાને બદલે ઉજવણીના રૂપમાં પાર્ટી અને જશન કરવું માનસિક સંતુલન બગડવાથી વ્યાખ્યાયિત કરવા સમાન છે.
ઉઠાકર ફેંક દો, બાહર ગલીમેં
નઈ તહઝીબ કે, અંદે હૈં ગંદે
સારાંશ કે આજે ભલે બર્થ ડે ઉપરોક્ત વિચાર સાથે મનાવવામાં નથી આવતો. પરંતુ તેની શરૂઆત નું કારણ, તેમજ બિન મુસ્લિમો સાથે સામ્યતા અને વ્યર્થ (ફુઝૂલ) ખર્ચ જેવી ખરાબીઓ પર આધારિત આ પ્રથા એક મુસ્લિમના લાયક બિલકુલ નથી. તેથી આનાથી જરૂર બચવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59