એન્જિનિયર મુહમ્મદ અલી મિર્ઝા ના બયાનો સાંભળવા વિષે

Ml Fayyaz Patel
0
   આજકાલ સોશિયલ મીડિયા પર કુર્આન અને હદીષના નામે એન્જિનિયર મુહમ્મદ અલી મિર્ઝા ના ખૂબ બયાનો પરિભ્રમણ કરતા જોવા મળે છે. અને ઘણા લોકો તેની દંભી વાતોથી પ્રભાવિત નજર આવે છે, તે માટે નિમ્ન તેની હકીકત વર્ણવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   વાસ્તવમાં એન્જીનીયર અજાણમાં પ્રાચ્યવાદી વિચારધારા નો હથિયાર બની ગયો છે, ફિરકા પરસ્તી થી મુક્તિના નારા સાથે લોકોને પોતાના પ્લેટફોર્મ પર આમંત્રિત કરનાર આ એન્જીનીયર હવે પોતાનો એક અલગ ફિરકો બનાવી ચૂક્યો છે. જેના પર અલ્લામા ઈકબાલની આ પંક્તિઓ સંપૂર્ણ રીતે સાચી પૂરવાર થાય છે કે :
આપી રહ્યો છે પોતાની આઝાદી ને મજબૂરી નું નામ
અત્યાચારી પોતાની જ સળગતી આગને ધુમાડો કહે છે
   પરંતુ ખરી સમસ્યા આ છે કે આનાથી સૌથી વધુ પ્રભાવિત તે લોકો નજર આવે છે જેઓ સામાજિક કાર્યો કરે છે. કેમ કે સમાજિક કાર્યકર્તાઓ ના દૃષ્ટિકોણે સમાજને વિકસિત અને શ્રેષ્ઠ બનાવવા માટે સૌથી મોટી રૂકાવટ ફિરકા પરસ્તી છે. આ જ કારણ ના લીધે વધુ પડતા કાર્યકર્તા પોતાના આ દ્રષ્ટિકોણ ની ધૂનમાં આલીમો થી નફરત કરનાર અને એન્જિનિયર ના અનુયાયીઓ બની બેઠા છે, જે સરાસર ગલત છે.
   વાસ્તવિક્તા તો આ છે કે એન્જીનીયર ના અત્યાર સુધી અપલોડ થયેલ બયાનો પૈકી એક પણ બયાન એવું નથી જેમાં તેણે કોઈ સહાબી, અથવા આલીમ તેમજ અન્ય કોઈના પ્રત્યે અપશબ્દો બોલી અરાજકતા અને વિખવાદ ઊભો ન કર્યો હોય. તો ફિરકા પરસ્તી થી રોકીને ઉમ્મતમાં વિખવાદ અને અરાજકતા ફેલાવવી ક્યાંની અકલમંદી છે..? અલ્લાહના બંદાઓ અલ્લાહ તઆલા એ આપેલ બુદ્ધિનો તો ઉપયોગ કરો કે તમને કુવામાં થી કાઢી દરિયામાં નાખવામાં આવી રહ્યા છે.
   તે માટે આવા બેબુનિયાદ લોકો જેઓ આલીમો ના પહેરવેશ માં લોકોને ગુમરાહી તરફ લઈ જાય છે તેઓના બયાનો સાંભળવાથી વાજબી સાવચેતી અપનાવવી જોઈએ.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)