ઈસ્લામી અને પશ્ચિમી સંસ્કૃતિના દરમિયાન ફરક

Ml Fayyaz Patel
0
   અલ્લાહ તઆલા એ આપણને ઈસ્લામી શરીયતના રૂપમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ આપી છે. તે છતાંય આપણું દુર્ભાગ્ય અને બદનસીબી છે કે આપણે ઈસ્લામી સંસ્કૃતિને છોડી સંપૂર્ણપણે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવા લાગ્યા છે. તે માટે નીચે બન્નેના દરમિયાન શું તફાવત છે તે વર્ણવામાં આવે છે. સૌપ્રથમ આ વિષયમાં સંસ્કૃતિ કોને કહેવાય તે જાણી લઈએ.
❖ સંસ્કૃતિ :-
   કોઈ પણ રાષ્ટ્ર અથવા લોકોના જીવન જીવવા માટેના જે સિદ્ધાંતો, પદ્ધતિ અને વિચારધારા તેમજ જે સામૂહિક જીવનશૈલી હોય છે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે.
   ઈસ્લામી સંસ્કૃતિથી મુરાદ અલ્લાહ તઆલા એ કુર્આન અને હદીષના રૂપમાં અર્પણ કરેલ શરીયત છે. અને પશ્ચિમી સંસ્કૃતિથી મુરાદ આજથી લગભગ ૩૦૦ વર્ષ પહેલા પશ્ચિમ ના વિચારકો દ્રારા બતાવવામાં આવેલ જીવનના નિયમો અને સિદ્ધાંતો છે.
❖ ઈસ્લામી અને પશ્ચિમી સંસ્કૃતિના દરમિયાન તફાવત :-
   ઈસ્લામી અને પશ્ચિમી સંસ્કૃતિના દરમિયાન આમ તો ઘણા તફાવત છે, અલબત્ત અહીં બુનિયાદી બે મુખ્યત્વે તફાવત વર્ણવામાં આવે છે.
➙ પહેલો તફાવત :- પશ્ચિમી સંસ્કૃતિની બુનિયાદ ફિલોસોફી પર પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યારે કે ઈસ્લામી સંસ્કૃતિની બુનિયાદ “ વહી ” પર પ્રસ્થાપિત કરવામાં આવી છે.
● વહી :- અલ્લાહ તઆલા તરફથી પયગંબરો ના વાસ્તે સંદેશા રૂપી આપવામાં આવતા માર્ગદર્શન ને વહી કહેવામાં આવે છે. સ્વભાવિક છે કે સૃષ્ટિનો સર્જક અને પાલનહાર વધુ જાણે છે કે સૃષ્ટિ માટે શું ફાયદાકારક છે અને શું નુકસાનકારક છે.
➙ બીજો તફાવત :- પશ્ચિમી સંસ્કૃતિમાં સમયની આવશ્યકતા ઓ અને જરૂરિયાતોને લીધે તેમાં વધારો ઘટાડો કરવામાં આવતો રહે છે. જે દરઅસલ કમી અને ઉણપને પાત્ર છે. જ્યારે કે ઈસ્લામી સંસ્કૃતિ માનવીની રચનાત્મક ફિતરતને અનૂકુળ છે. અને ફિતરત દરેક વ્યક્તિની એક તેમજ હમેશા બાકી રહેવાને લીધે તે વારંવાર ફેરફાર ને પાત્ર નથી.
❖ ઈસ્લામી અને પશ્ચિમી સંસ્કૃતિનું કેન્દ્રિકરણ :-
   તફાવત જાણ્યા બાદ સાથે સાથે આ પણ જાણી લેવું જોઈએ કે પશ્ચિમી સંસ્કૃતિ ત્રણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત રાખે છે. ➊ સ્વતંત્રતા, ➋ સમાનતા, અને ➌ પ્રગતિ. જ્યારે કે ઈસ્લામી સંસ્કૃતિ માનવીય ફિતરત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના અનુકૂળ સિદ્ધાંતો ઘડે છે.
   ઉપરોક્ત ઈસ્લામી અને પશ્ચિમી સંસ્કૃતિ વિષેની બુનિયાદી વિગતો જાણ્યા બાદ હવે ફેસલો આપણે કરવાનો છે કે એક મુસ્લિમ હોવાની હેસિયતે આપણે કોને અનુસરવું જોઈએ અને માનવ જીંદગી માટે આ બન્ને પૈકી કઈ સંસ્કૃતિ લાભદાયી છે.
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)