કુર્આનમાં અલ્લાહ તઆલા ફિરઓન અને તેના માણસો વિષે બની ઈસરાઈલ ને સંબોધતા ફરમાવે છે કે :
يُذَبِّحُونَ أَبْنَآءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَآءَكُمْ
તેઓ તમારા પુત્રોની હત્યા કરે છે, અને તમારી મહિલાઓ ને જીવીત રાખે છે.
[સૂરહ બકરહ : ૪૯]
આ આયતમાં મનન કરવાથી ખબર પડે છે કે જ્યાં હત્યાની વાત આવી ત્યાં “ પુત્રો ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. જેનો સીધો મતલબ આ હતો કે હવે આગળ જીવીત રાખવાની વાતમાં “ પુત્રીઓ ” નો શબ્દપ્રયોગ કરવો જોઈએ. પરંતુ કુર્આને પોતાની શૈલી બદલતા પુત્રીઓ ની જગ્યાએ “ મહિલા ” શબ્દનો પ્રયોગ કર્યો. કેમ કે હત્યાવાળી વાતમાં તેઓના પ્રેમને ઉત્તેજિત કરવું ઈચ્છનીય હતું જે “ પુત્ર ” શબ્દના પ્રયોગ દ્વારા શક્ય હતું. જ્યારે કે જીવીત રાખવાની વાતમાં તેઓના ગૌરવ અને સન્માનને ઉત્તેજિત કરવું ઈચ્છનીય હતું જે “ મહિલા ” શબ્દના પ્રયોગ દ્વારા શક્ય હતું.
જો અહીં પણ “ પુત્રીઓ ” શબ્દનો પ્રયોગ કરવામાં આવતો, તો ગૌરવ અને સન્માન ની ઉત્તેજનાની જગ્યાએ અહીં પણ પ્રેમ જ ઉત્તેજિત થતો. જ્યારે કે પ્રેમને ઉત્તેજિત કરવું આ પહેલા જ થઈ ગયું હતું “ પુત્ર ” શબ્દના પ્રયોગ દ્વારા.
વાસ્તવમાં આ અલ્લાહ ની જ શાન છે જેણે આટલી બારીકીઓ સાથે કુર્આનને લોકો માટે માર્ગદર્શન બનાવ્યું.
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59