એહલે સુન્નત વ'લ્ જમાત થી મુરાદ શું છે..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એહલે સુન્નત વ'લ્ જમાત નો ઉચ્ચાર વારંવાર સાંભળતા હોય છે. પરંતુ તે પૈકી કેટલાયે લોકોને આનો મતલબ તથા મફહૂમ ખબર નથી હોતો. માટે નિમ્ન તેનો મતલબ લખવામાં આવે છે.
વિશ્લેષણ :-
   “ એહલે સુન્નત વ'લ્ જમાત ” વાક્યમાં ત્રણ શબ્દો છે. સૌપ્રથમ ત્રણેય નો ભાવાર્થ જાણી લઈએ.
➊ એહલે :- અહલ નો શાબ્દિક અર્થ “ વાળા ” થાય છે. દા.ત. દૂધવાળા, દુકાનવાળા વગેરેમાં જે “ વાળા ” આવે છે.
➋ સુન્નત :- સુન્નત નો શાબ્દિક અર્થ માર્ગ અને રસ્તો થાય છે. અને મુરાદ નબી ﷺ એ બતાવેલ માર્ગ છે.
➌ જમાત :- જમાતનો શાબ્દિક અર્થ સમૂહ થાય છે. અને મુરાદ સહાબાનો સમૂહ છે.
   ત્રણેય શબ્દો નો ભાવાર્થ અને મુરાદ જાણ્યા બાદ જાણવું જોઈએ કે “ જેઓ સહાબાના સમૂહને અનુસરીને નબી ﷺ ના માર્ગ પર ચાલતા હોય.” તેઓને એહલે સુન્નત વ'લ્ જમાત કહેવામાં આવે છે. આ એહલે સુન્નત વ'લ્ જમાત વાક્ય દરઅસલ એક હદીષમાં સહાબાના નબી ﷺ ને પુછવા પર કે ક્યો સમૂહ જન્નતી છે..? રસુલુલ્લાહ ﷺ એ જવાબમાં ફરમાવ્યું કે “ જે માર્ગ ઉપર હું અને મારા સહાબા છે ” નો મફહૂમ દર્શાવતો હોવાથી સાચા જન્નતી સમૂહ માટે “ એહલે સુન્નત વ'લ્ જમાત ” વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે.
     સારાંશ કે એહલે સુન્નત વ'લ્ જમાત થી તે લોકો તથા તે સમૂહ મુરાદ છે જેઓ અકાઈદ થી લઈ આ'માલ સુધીની બાબતમાં નબી ﷺ અને સહાબા ના માર્ગ પર ચાલતા હોય તથા તેને અનુસરતા હોય.
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)