લોકોમાં અસર પછી સૂવા વિષે ઘણી મુંઝવણ જોવા મળે છે કે અમુક લોકો તેને બિલકુલ ના જાઈઝ કહે છે તો અમુક લોકો અસર પછી સૂવામાં કોઈ વાંધો સમજતા નથી અને અસર પછી સૂવાની આદત બનાવી લે છે, તો આ વિષે શરઈ દ્રષ્ટિકોણ નિચે મુજબ છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે અસર પછી સૂવાના નુકસાન વિષે અમુક સહાબાؓ અને તાબિઈનؒ થી શું ઉલ્લેખ મળે છે તે જોઈએ.
➤ હઝરત ઈબ્ને અબ્બાસؓ થી રીવાયત છે કે અસર પછીની ઊંઘ બેવકૂફી છે, તે સમયે નશો કરનાર અથવા પાગલ જ સૂવે છે.
[المــجالســة وجــواهــر العــلم : رقــم الحــديث : ٢٠٤۷]
➤ હઝરત ખવ્વાતؓ થી રીવાયત છે કે દિવસના છેલ્લા હિસ્સા (અસર પછીના સમય) માં સૂવું બેવકૂફી છે.
[مـصـنف ابــن ابــي شـيبـة : رقـــم الحـــديث : ٢٧٢١٢]
➤ ઈમામ મકહૂલؒ અસર પછી સૂવાને નાપસંદ કરતા હતા, અને કહેતા હતા કે ડર છે કે તેને વસવસા ની બિમારી થઈ જાય.
[مـصـنف ابــن ابــي شـيبـة : رقـــم الحـــديث : ٢٧٢١٣]
➤ ઈમામ અહમદ બિન હમ્બલ પણ અસર પછી સૂવાને નાપસંદ કરતા હતા, અને એવા વ્યક્તિ વિષે તેની અક્કલ ને અસર થવાનું જાહેર કરતા હતા.
[ســـير أعـــلام النـــبلاء]
ઉપરોક્ત જેવી રીતે સહાબાؓ તેમજ ઉલમા તરફથી અસર પછી સૂવા વિષે નાપસંદગી ના મંતવ્યો નો ઉલ્લેખ મળે છે એવી જ રીતે હઝરત અલીؓ ના વિષે હદીષની કિતાબોમાં એક વખત સૂવાનો પણ ઉલ્લેખ મળે છે, જૂઓ ☞ [شـــرح مـــشكل آثار]
તે માટે ઉલમાએ લખ્યું છે કે નમાઝ ની રીઆયત સાથે અસર પછી સૂવું જાઈઝ તો છે કોઈ ગુન્હો નથી, પરંતુ વગર કારણે ન સૂવું જોઈએ, કેમ ઉપરોક્ત જણાવ્યા મુજબ અસર પછી સૂવું નાપસંદ અને નુકસાનકારક છે, અને આ સમય સૂવા માટે યોગ્ય પણ નથી.
[ઈસ્લાહે અગ્લાત : સિલસિલા નંબર ૭૭૨]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59