ઈસ્લામ માં દાદા ની હયાતી માં પિતા નું મૃત્યુ થઈ જાય તો પૌત્ર દાદા ની મિલકત માં વારસદાર નથી રહેતો, આમાં શું હિકમત છે..?
જવાબ :
શરીયતમાં વારસા નો દારોમદાર અને આધાર ન તો જરૂરત [એટલે કે જે જેટલો મોહતાજ હોય તેને એટલું આપવાનું] પર રાખવામાં આવ્યો છે, અને ન ગરીબી [એટલે કે જે ગરીબ હોય તેને આપવાનું] પર રાખવામાં આવ્યો છે. બલ્કે વારસાનો દારોમદાર અને આધાર પાક્કી રીશ્તેદારી પર રાખવામાં આવ્યો છે, કે જે નજદીકી રીશ્તેદાર હશે તેનો વારસામાં હિસ્સો રહેશે, અને જે દૂરનો રીશ્તેદાર હશે તે મહરૂમ રહેશે.
હવે બાપના મૃત્યુ ના લીધે દાદા પૌત્ર માં રીશ્તેદારી માં થોડી દૂરી થઈ જાય છે કેમકે તે પૌત્ર ની તુલનામાં તે દાદાના સગા બેટાઓ મોજૂદ છે તો આ દૂરીને લીધે એટલે કે દાદાના સગા બેટા હોવાને લીધે પૌત્ર ને મહરૂમ રાખવામાં આવે છે. અને જો તે દાદાના કોઈ સગા બેટા ન હોય તો પછી તેઓના ન હોવાને લીધે પૌત્ર નજદીકી રીશ્તેદારમાં આવી જાય છે એટલે કે તેને વારસામાં શુમાર કરવામાં આવે છે.
સારાંશ કે સંપૂર્ણપણે પૌત્ર મહરૂમ નથી રહેતો બલ્કે દાદાના સગા બેટા [એટલે કે પૌત્ર ના કાકા મોટા] હોવાની સૂરતમાં મહરૂમ રહેશે, નહીંતર તેને પણ વારસામાં હિસ્સો મળશે.
આતો વાત થઈ વારસાના નિયમ અનુસાર મહરૂમ રાખવાની, પરંતુ બીજી તરફ શરીયત પૌત્ર ને બિલકુલ મહરૂમ પણ નથી છોડતું બલ્કે સાથે વસિયત નો વિકલ્પ પણ મુક્યો છે કે ભલે દાદાના સગા બેટાઓ હોવાની સૂરતમાં તમે તેને વારસામાં થી હિસ્સો નથી આપી શકતા, પરંતુ તેના માટે તૃતીયાંશ માં વસિયત કરી શકો છો, તેમજ યતીમની પરવરીશ નું પ્રોત્સાહન તેમજ તેને એકલો છોડી દેવા પર ધિક્કાર તા બતાવી રીશ્તેદારો ને પ્રોત્સાહિત પણ કર્યા છે જેથી તે યતીમની પરવરીશ પણ સારી રીતે થાય.
ઉપરોક્ત વિગત અનુસાર ખબર પડે છે કે ઈસ્લામ કેવી ન્યાયની દ્રષ્ટિએ જોવે છે કે કંઈક એકના માટે દયાવાન બનવામાં બીજાઓ સાથે અન્યાય ન થઈ જાય, તેમજ જેને મહરૂમ રાખવામાં આવે છે તેના માટે પણ કેવા રસ્તા અને વિકલ્પો કાઢ્યા કે ન્યાય નો ન્યાય પણ બાકી રહે અને બીજાની મદદ પણ થઈ જાય, વાસ્તવમાં આ કોઈ માનવીય નહી, બલ્કે ખુદાઈ માર્ગદર્શન જ હોય શકે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59