ઈસ્લામ ને માનનારા માટે બે શબ્દ વપરાય છે, (૧) મુસ્લિમ, (૨) મોમીન. આ બન્ને ના ભાવાર્થ માં જ જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ખબર પડી જાય કે ઈસ્લામ શું છે.
૧) મુસ્લિમ નો ભાવાર્થ :- મુસ્લિમ " સલમ " (સલામતી) થી બનેલ શબ્દ છે, આ આધારે " મુસ્લિમ " નો ભાવાર્થ " બીજા લોકોને સલામતી પહોંચાડનાર " થાય છે. અને આ વાસ્તવિક્તા ને પોતે પયગંબર મુહમ્મદ ﷺ એ પોતાના નિમ્ન મંતવ્ય થી જાહેર પણ કર્યું કે :
મુસ્લિમ તો તેને જ કહેવાય જેના હાથ અને જુબાન થી લોકો સલામત રહે. [બુખારી : હદીષ ક્રમાંક ૧૦]قَالَ النَّبِيُّ ﷺ الْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ۔
૨) મોમીન નો ભાવાર્થ :- મોમીન " અમન " (શાંતિ) થી બનેલ શબ્દ છે, આ આધારે " મોમીન " નો ભાવાર્થ " બીજા લોકોને અમન પહોંચાડનાર " થાય છે. અને આ વાસ્તવિક્તા ને પોતે પયગંબર મુહમ્મદ ﷺ એ પોતાના નિમ્ન મંતવ્ય થી જાહેર પણ કર્યું કે :
અલ્લાહ ની કસમ તે વ્યક્તિ મોમીન નથી, (આવું ત્રણ વાર ફરમાવ્યું અને પછી કહ્યું કે) જેની બુરાઈ થી તેનો પાડોશી અમનમાં ન હોય.[બુખારી : હદીષ ક્રમાંક ૬૦૧૬]قَالَ النَّبِيُّ ﷺ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ قِيلَ : وَمَنْ يَا رَسُولَ اللَّهِ ؟ قَالَ : الَّذِي لَا يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ۔
તો જે ધર્મ ના નામના ભાવાર્થમાં જ અમન અને સલામતી છુપાયેલી હોય બલ્કે આવું કરનાર ને જ મુસ્લિમ અને મોમીન કહેવાતા હોય તેવા ધર્મ ને આતંક તેમજ તેવા ધર્મને પારનાર ને આતંકવાદી કહેવું કેટલું મોટું બેવકૂફી ભર્યું અને મુર્ખાઈ ને પાત્ર કામ છે..?
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59