સવાલ :
શું કુર્આનમાં કુરબાની નો કોઈ ઉલ્લેખ છે..? ઉલ્લેખ છે તો ક્યાં છે, કેમ કે અમુક ગેર મુસ્લિમો નું કહેવું છે કે કુર્આનમાં આ વિષે કોઈ ઉલ્લેખ નથી.
જવાબ :
આ એક સ્પષ્ટ જૂઠ છે, બલ્કે કુર્આનમાં સ્પષ્ટ અને સાફ શબ્દોમાં આ વિષે વર્ણન મળે છે, જેમ કે :
وَالۡبُدۡنَ جَعَلۡنٰهَا لَکُمۡ مِّنۡ شَعَآئِرِ اللّٰهِ لَکُمۡ فِیۡهَا خَیۡرٌ ٭ۖ فَاذۡکُرُوا اسۡمَ اللّٰهِ عَلَیۡهَا صَوَآفَّ ۚ فَاِذَا وَجَبَتۡ جُنُوۡبُهَا فَکُلُوۡا مِنۡهَا وَاَطۡعِمُوا الۡقَانِعَ وَ الۡمُعۡتَرَّ.
[સૂરહ હજ્જ, આયત : ૩૬, પારહ : ૧૭]
અનુવાદ :- અને અમે તમારા માટે અલ્લાહની વિધિઓમાં કુરબાનીના ઊંટ અને ગાયનો સમાવેશ કર્યો છે અને તેમાં તમારા માટે ભલાઈ છે. તેથી જ્યારે તેઓ એક હરોળમાં ઊભા હોય, ત્યારે અલ્લાહનું નામ લ્યો, પછી જ્યારે તેમના બાજુઓ જમીન પર પડી જાય (કતલ થયા પછી), ત્યારે તેમાંથી તમે પોતે ખાઓ, અને ધીરજથી બેઠેલા જરૂરિયાતમંદોને ખવડાવો.
فَصَلِّ لِرَبِّكَ وَانۡحَرۡ ؕ
[સૂરહ કવષર, આયત : ૨,પારહ : ૩૦]
તમે તમારા રબ માટે નમાઝ પઢો અને કુરબાની કરો
અત્રે ટૂંકમાં આ બે આયતોનો ઉલ્લેખ કર્યો છે, આ સિવાય બીજી ઘણી આયતો દ્વારા કુરબાની તેમજ જાનવર ને ઝબહ કરવાનું વર્ણન મળે છે.
તે માટે એવું સમજવું કે કુર્આન માં કુરબાની તેમજ જાનવર ને ઝબહ કરવાનું કોઈ વર્ણન નથી અજ્ઞાનતા પર આધારિત વાત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59