આપણે દરરોજ સુન્નત શબ્દનો ઉચ્ચાર શાંભળતા હોઈએ છીએ. તો જાણવું જોઈએ કે સુન્નત વિવિધ અર્થોમાં બોલાય છે જેની વિગત નીચે મુજબ છે.
જે કામ રસુલુલ્લાહ ﷺ એ પાબંદી સાથે કર્યું હોય, અને ત્યાર બાદ તેમના ખલીફા એ કર્યું હોય તેને સુન્નત કહેવામાં આવે છે.
☜ ما واظب عليه الرسول ﷺ والخلفاء الراشدون من بعده فسنة. [رد المختار على در المختار : ١ / ٢١٨]
આ સુન્નતની સામાન્ય વ્યાખ્યા છે. આ સિવાય સુન્નત ઘણા બધા મોકા પર વિવિધ અર્થોમાં બોલાય છે, અને વિષયના હિસાબે તેની મુરાદ પણ બદલાતી હોય છે. જેમ કે :
➤ હનફી ન્યાયશાસ્ત્ર માં સુન્નત નો શબ્દપ્રયોગ ફર્ઝ અને વાજીબની તુલનામાં કરવામાં આવે છે. એટલે કે જે વસ્તુ ફર્ઝ અને વાજીબ ન હોય તેને સુન્નત કહેવામાં આવે છે.
➤ કોઈક સમય સુન્નત નો શબ્દપ્રયોગ બિદઅત ની તુલનામાં બોલવામાં આવે છે, ત્યારે સુન્નત થી મુરાદ “ શરીયત ” હોય છે.
➤ કાયદાશાસ્ત્રી ઓ ના નજદીક સુન્નત નો શબ્દપ્રયોગ નબી ﷺ ના તે કથનો અને કાર્યો પર કરવામાં આવે છે જેમાં શરઈ પાસું હોય.
➤ હદીષના વિદ્ધાનો ના નજદીક દરેક તે વસ્તુ પર સુન્નત નો શબ્દપ્રયોગ કરવામાં આવે છે જેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવામાં આવી હોય.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59