સફોમાં ઊભા રહેવાના ષવાબ વિષે એક હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે “ ઈમામની બિલકુલ પાછળ નમાઝ પઢનાર માટે ૧૦૦ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે. અને જમણી તરફ પઢનાર માટે ૭૫ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે. અને ડાબી તરફ વાળા માટે પ૦ અને બાકીની તમામ સફો વાળા માટે ૨૫ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   આ વાત ફિક્હની અમુક કિતાબોમાં વર્ણવેલ મળે છે. પરંતુ દરેક જગ્યાએ સનદ વગર વર્ણવેલ મળે છે. અને દરેક તે વાત જેની નિસ્બત હુઝૂર ﷺ તરફ કરવામાં આવી હોય અને તેની કોઈ સનદ ન હોય, તો તે વાતને હદીષ તરીકે કબૂલ કરવી જાઈઝ નથી.
   તદુપરાંત અન્ય કિતાબોમાં પણ શોધખોળ કરવા છતાં આવી કોઈ વાત સનદ સાથે વર્ણવેલ મળતી નથી. અને જ્યાં સુધી આની કોઈ સહીહ સનદ ન મળે ત્યાં સુધી આને બયાન કરવાનું મોકૂફ રાખવામાં આવે.
   સારાંશ કે ઉપરોક્ત પ્રચલિત વાત સાબિત ન હોવાથી બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૩૭૪]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)