હદીષમાં આવે છે કે “ દુવાથી તકદીરમાં પરિવર્તન થઈ શકે છે ” આનો સહીહ મતલબ નીચે દર્શાવવામાં આવે છે.
સ્પષ્ટીકરણ :-
ઉલમાએ આ હદીષનો જે મતલબ બયાન કર્યો છે તે નીચે મુજબ છે. આ હદીષનો મતલબ સમજતા પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે તકદીરના બે પ્રકાર છે.
(૧) અટલ તકદીર :- એટલે કે જે વસ્તુ લખાય ગયું છે તે જ થશે. તેમાં પરિવર્તન અશક્ય.
(૨) નિર્ભર તકદીર :- એટલે કે તકદીરમાં પરિવર્તન દુવા અથવા ઈબાદત વગેરે પર આધારિત હોય. દા.ત. ફલાણો દુવા કરશે તો તેના માટે આ વસ્તુ છે, અને નહીં કરે તો આ વસ્તુ મળશે.
ઉપરોક્ત વર્ણવેલ હદીષમાં જે તકદીરમાં પરિવર્તન નો ઉલ્લેખ છે તે બીજા નંબરની તકદીર એટલે કે નિર્ભર તકદીર વિષે છે. અટલ તકદીરમાં દુવાથી પણ કોઈ પરિવર્તન નથી થઈ શકતું.
નોંધ :- તકદીરનું નિર્ભર હોવું સૃષ્ટિના (મખ્લૂકના) હિસાબે છે. બાકી અલ્લાહ તઆલા માટે દરેક પ્રકારની તકદીર અટલ જ હોય છે. એટલે કે જે તકદીર બંદા માટે નિર્ભર હોય છે તે અલ્લાહ તઆલા માટે અટલ હોય છે. કેમ કે અલ્લાહ તઆલા તો આ પણ જાણતો હોય છે કે તે દુવા કરશે કે નહીં.
[ઑનલાઇન ફતાવા બિન્નોરી]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59