અઝાન સાંભળી એક દુવા પઢવા પર લાખો નેકી મળવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ અઝાન સાંભળી નીચેની દુવા પઢશે તો તેને ૨૦ લાખ નેકી મળશે, ૨૦ લાખ ગુનાહ માફ થશે અને ૨૦ લાખ દરજ્જા બુલંદ થશે. જે દુવા આ છે.
" مرحبا بالقائلين عدلا مرحبا بالصلاة أهلا "
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત દુવા અને ફઝિલત રસુલુલ્લાહ ﷺ થી સાબિત નથી, તે માટે તે દુવા અને ફઝિલત ને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીને બયાન કરવું જાઈઝ નથી. અલબત્ત માત્ર દુવા હઝરત ઉસ્માનؓ થી પઢવી સાબિત છે કે તેઓ અઝાન બાદ ઉપરોક્ત દુવા પઢતા હતા. (મુસન્નફ ઈબ્ને અબી શય્બા : ૨૩૬૬, અ'લ્ મુઅ્જમુ'લ્ કબીર : ૧૨૯) પરંતુ ઉપરોક્ત વર્ણવેલ ફઝિલત ક્યાંય પણ સાબિત નથી.
   તે માટે ઉપરોક્ત વાતને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીત કરવું બિલકુલ જાઈઝ નથી, હાં હઝરત ઉસ્માનؓ તરફ સંબોધીત કરી માત્ર દુવા પઢવામાં વાંધો નથી, પરંતુ ફઝિલત સાબિત ન હોવાને કારણે તેને કોઈની પણ તરફ સંબોધીત કરવામાં ન આવે, અને તેને સાબિત માનવામાં આવે.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૫ / ૩૦૭]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)