સફોને સીધી રાખવા પ્રત્યે અમુક લોકો એવું સમજે છે કે સફો સીધી રાખવાનો મતલબ દરેકના પગની આંગળીઓ એક જ લાઈનમાં હોવી જોઈએ. જ્યારે કે આ વાત સહીહ નથી.
શુદ્ધિકરણ :-
સફોને સીધી રાખવાનો સહીહ મતલબ આ છે કે એક જ સફમાં દરેક વ્યક્તિએ એ રીતે ઊભું રહેવું કે દરેકના પગની એડી એક જ લાઈનમાં રહે, આગળ પાછળ ન રહે. ભલે દરેકના પગના પંજા નાના મોટા હોવાને લીધે આંગળીઓ આગળ પાછળ થઈ જાય. કેમ કે સફોને સીધી રાખવાનો માપદંડ પગની એડી છે, ના કે પગની આંગળીઓ.
فَالْعِبْرَةُ بِالسَّاقِ وَالْكَعْبِ.
[البحر الرائق]
તે માટે નમાઝ ના સમયે સફો સીધી કરતી વખતે દરેક પોતાની એડી ના હિસાબે એક લાઈનમાં ઊભા રહે.
[ઈસ્લાહે અગલાત : સિ. ૧૪૪૬]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59