હઝરત બિલાલؓ નું હુઝૂર ﷺ ના ઊંટની લગામ પકડી જન્નતમાં દાખલ થવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે કયામતના દિવસે હઝરત બિલાલؓ એ ઊંટની લગામ પકડી હશે. અને હુઝૂર ﷺ તેના પર સવાર હશે. આ હાલતમાં સૌથી પહેલા હઝરત બિલાલؓ હુઝૂર ને સાથે લઈને જન્નતમાં દાખલ થશે.
શુદ્ધિકરણ :-
   ઘણી શોધખોળ કર્યા બાદ પણ આ વાતની કોઈ સનદ મળતી નથી. અને જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર સનદ ન મળે ત્યાં સુધી તેને હુઝૂર ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવા બાબત સાવચેતી અપનાવવી જોઈએ.
   કેમ કે હુઝૂર ﷺ તરફ માત્ર એવી જ વાતની નિસ્બત કરી શકાય છે જે ભરોસાપાત્ર સનદથી સાબિત હોય. નહીંતર તેના પર ઘણી સખત સજા બતાવવામાં આવી છે.
☜ عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ. [બુખારી શરીફ : ૧૧૦]
✰ અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.
   ઉપરોક્ત વાતને ત્યાં સુધી બયાન કરવામાં ન આવે જ્યાં સુધી તેની પુષ્ટિ ન થઈ જાય.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૩૫૬]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)