સ્ત્રીઓના નોકરી કરવા બાબત ઈસ્લામી દ્રષ્ટિકોણ

Ml Fayyaz Patel
0
સવાલ :
   ઈસ્લામ સ્ત્રીઓ ને નોકરી કરવાથી કેમ રોકે છે..? કમાણી તો ગમે તે કરી શકે છે.
જવાબ :
   જ્યાં સુધી વાત છે સ્ત્રીઓ નું નોકરી કરવું તો જેમ કે સ્ત્રીઓ ના શિક્ષણ બાબત ઈસ્લામી દ્રષ્ટિકોણ ના જવાબ માં બતાવવામાં આવ્યું હતું કે ઈસ્લામે સ્ત્રી અને પુરૂષ બંન્નેના રચનાત્મક રીતે અલગ અલગ હોવાને લીધે તેઓની શારિરીક શક્તિઓ ને અનુરૂપ બન્નેને ઘર અને બહાર બંને પ્રકારની જવાબદારીઓ સોંપી છે. એટલે કે સ્ત્રીઓ ને બાળકોના જન્મ, ઉછેર અને ઘરકામ માટે જવાબદાર બનાવી છે, અને પુરુષોને તેમના રક્ષણ, સંભાળ અને તેમની આર્થિક તેમજ અન્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે જવાબદાર બનાવ્યા છે.
   સ્ત્રીઓ ની શારિરીક શક્તિઓ જોતાં ઈસ્લામ નથી ઈચ્છતો કે આર્થિક જવાબદારી નો બોજ તેની સહનશક્તિ ન હોવા છતાંય તેને તેની જવાબદાર બનાવવામાં આવે, તે માટે ઈસ્લામી દૃષ્ટિકોણના હિસાબે આ વિષયમાં ઈચ્છનીય આ જ છે કે તે આ બોજ ની જવાબદારી ન ઉઠાવે. તે છતાંય શરઈ હદમાં રહીને અમુક શર્તો સાથે જો તે આ જવાબદારી પણ ઉઠાવવા ચાહતી હોય તો ઈસ્લામ નિ:શંક તેની પરવાનગી આપે છે.
નોકરી કરવા બાબત શરઈ હદ :
  • જે પણ રોજગાર કરવામાં આવે તે શરઈ દૃષ્ટિએ જાઈઝ હોય. શરીયતના વિરુદ્ધ ગુનાહિત અથવા ના જાઈઝ ન હોય.
  • શરઈ પડદાની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે.
  • બનાવ શણગાર સાથે તેમજ ખુશ્બુ વગેરે લગાવીને બહાર નીકળવામાં ન આવે.
  • પુરુષો સાથે બિલકુલ મેળમિલા૫ ન હોવો. અને જો આકસ્મિક રીતે વાત કરવી મજબૂરી હોય તો લચક સ્વરમાં નહીં બલ્કે કડક સ્વરમાં પૂરતી વાત કરવી જેથી પુરુષના દિલમાં કોઈ એવો ખ્યાલ પેદા ન થાય.
  • નોકરીના લીધે ઘરેલું જવાબદારીઓ માં કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય કે બાળકો અથવા પતિના હક્કો અદા ન થાય.
  • નોકરી માટે જે જગ્યા અથવા રસ્તો નક્કી હોય તે પણ સુરક્ષિત હોય. એટલે કે ત્યાં કોઈ ફિત્નો અથવા દુષ્ટતાનો ભય ન હોય.
  • મહિલા માટે નોકરી વાસ્તવમાં મજબૂરી હોય. માત્ર પ્રગતિ અથવા દિલની ખ્વાહિશો કે પછી ફેશનના તોર પર ન હોય.
   ઉપરોક્ત વર્ણવેલ શર્તો સાથે ઈસ્લામ મહિલાઓ ને નોકરી તથા આર્થિક કામકાજ કરવાની મંજૂરી આપે છે.
   સારાંશ કે સ્ત્રીઓ નું શિક્ષણ હોય કે પછી સ્ત્રીઓ નું નોકરી કરવું હોય ઈસ્લામી દ્રષ્ટિએ બન્ને વિષેનો મત બિલકુલ સ્ત્રીઓ ની ફિતરત ને અનુરૂપ છે તે સ્પષ્ટ છે. બાકી કોઈ ફિતરત થી બગાવત કરી તેના વિરુદ્ધ પોતાનો મત રજૂ તો કરી શકે છે, પણ ઈસ્લામ ઉપર તેને સવાલ ઉઠાવવા નો કોઈ અધિકાર નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)