એક વર્ગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા હતા. અને પ્રોફેસર પવિત્ર કુર્આન વિશે વાત કરતા કહી રહ્યા હતા કે કુર્આન જે વક્તૃત્વ (ફસાહત) અને સચોટતા ધરાવે છે તે અદ્ભુત છે એટલા માટે કે જો તેના કોઈ એક શબ્દને સ્થાને કોઈ બીજો શબ્દ મુકવામાં આવે તો આખો અર્થ બદલાઈ જશે. અને તે પ્રોફેસર વિદ્યાર્થીઓ ને આના ઉદાહરણો આપી રહ્યા હતા.
ત્યાં વિદ્યાર્થીઓ પૈકી એક નાસ્તિક વિદ્યાર્થી ઉભો થયો અને કહ્યું : હું તમારી આ વાત થી સહમત નથી કારણ કે કુર્આનમાં એવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે જે તેની નબળાઈ દર્શાવે છે..! જેમ કે :
ﻣَّﺎ ﺟَﻌَﻞَ ﺍﻟﻠَّﻪُ ﻟِﺮَﺟُﻞٍ ﻣِّﻦ ﻗَﻠْﺒَﻴْﻦِ ﻓِﻲ ﺟَﻮْﻓِﻪِ
(સૂરહ અહઝાબ, પારહ ૨૧)
અલ્લાહ તઆલા એ કોઈ પુરુષ ના પેટમાં બે દિલ નથી બનાવ્યા
અલ્લાહ તઆલા એ આ આયતમાં “ માનવ ” શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો અને માત્ર પુરુષ કહ્યું..? આનાથી તો એવી ખબર પડે છે કે માત્ર પુરુષોના બે દિલ નથી હોતા. હાં સ્ત્રીઓ ના હોય શકે છે. જ્યારે કે બધા જ મનુષ્યોની અંદર ચાહે પુરુષ હોય કે મહિલા એક જ હૃદય હોય છે.
આ ક્ષણે વર્ગમાં ભયંકર મૌન સ્થાયી થયું. કે ખરેખર આ વિદ્યાર્થીની વાત સાચી છે આપણા દરેકની અંદર એક જ હૃદય હોય છે. તો સર્વશક્તિમાન અલ્લાહ તઆલા એ પુરુષ શબ્દનો પ્રયોગ કેમ કર્યો..?
પ્રોફેસરે વિદ્યાર્થીને જવાબ આપતા કહ્યું : હાં પુરુષ જ એકલો એવો હોય છે જે પેટમાં બે હૃદય લઈ શકતો નથી. પરંતુ જો સ્ત્રી ગર્ભવતી થાય તો તેના પેટમાં બે હૃદય હોય શકે છે. એક તેનું હૃદય હોય છે અને તેની જ અંદર તેના બાળકનું હૃદય.
આ જવાબ સાંભળી બધા વિદ્યાર્થીઓ કુર્આન ની આ વક્તૃત્વ પર આશ્ચર્યચકિત થઈ ગયા. સુબ્હાનલ્લાહ ! આમ જ કુર્આન ને અલ્લાહ નું કલામ અને મોઅ્જીઝો કહેવામાં નથી આવ્યું. બલ્કે તેમાં મનન કરવા વાળાઓ માટે ઘણી જ સમજદારી અને હિકમત ની વાતો છે.
ફાયદો :- અહીં કોઈને આ સવાલ થઈ શકે છે કે હ્રદય તો છાતીમાં હોય છે. અને બાળક ગર્ભવતીના પેટમાં હોય છે. તો આ હિસાબે ગર્ભવતી ના પેટમાં એક જ દિલ થયું.
તો આનો જવાબ આ છે કે કુર્આને આ સમયે “ જવ્ફ ” ના શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનો એક અર્થ કોઈ પણ જગ્યાનો ખાલી હિસ્સો, અને બીજો અર્થ પેટ થાય છે. જેનાથી એવી ખબર પડે છે કે શક્ય છે ગળાથી લઈ દૂંટી સુધીના ભાગને જવ્ફ કહેવામાં આવતું હોય અને તે જવ્ફ ને બે ભાગમાં વિભાજિત કરી બન્ને ના અલગ અલગ નામ આપ્યા હોય કે ગળા થી લઈ પાંસળીઓ સુધી ના ભાગને છાતી અને પાંસળી થી લઈ દૂંટી સુધી ના ભાગને પેટ નામ રાખવામાં આવ્યું. તો હવે શબ્દ જવ્ફ છાતી અને પેટ બન્નેનો સમાવેશ કરી લે છે.
શબ્દ “ જવ્ફ ” જ્યારે બન્ને (છાતી અને પેટ) ને શામેલ છે તો સ્ત્રી તરફ જોતાં છાતી અને બાળક તરફ જોતા પેટ આમ મુરાદ લેવામાં આવે.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59