અખબારો તથા સોશિયલ મીડિયા પર ઘણીવાર ઈસ્લામોફોબિયા નો શબ્દ ચર્ચાનો વિષય બને છે. સવાલ આ છે કે આ ઈસ્લામોફોબિયા શું છે..?
શુદ્ધિકરણ :-
ઈસ્લામોફોબિયા બે શબ્દોથી બનેલ શબ્દ છે ઈસ્લામ અને ફોબિયા. ફોબિયા એવા ડર અને ભયને કહેવામાં આવે છે જે નફરત અને દુશ્મની પર આધારિત હોય. જ્યારે આ શબ્દને ઈસ્લામ સાથે જોડવામાં આવે છે ત્યારે તેનો અર્થ આ રીતે થાય છે કે “ ઈસ્લામ થી એવો ડર અને ભય જાહેર કરવો જે અન્ય લોકોના દિલોમાં ઈસ્લામ પ્રત્યે નફરત અને દુશ્મની પેદા કરે ”
દરઅસલ ઈસ્લામોફોબિયા એક માનસિક બિમારી છે જે નફરત અને દુશ્મનીના રૂપમાં જાહેર થાય છે. જેમ કે ઈસ્લામની સાચી છબીને બગાડવી, ઈસ્લામી ઈતિહાસ ને ત્રાસવાદ તરીકે દર્શાવવો, મુસ્લિમોને બદનામ કરવા, તેમને અજ્ઞાની અને ડરપોક તરીકે પરિચિત કરવા, તેમને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવો, તેમને હિંસાનો ભોગ બનાવવો, મસ્જિદો અને ઈસ્લામી સ્થાનો પર હુમલા કરવા, તેમના પહેરવેશથી, સાંસ્કૃતિક ઓળખ અને મૂળભૂત અધિકારો વગેરેથી તેમને વંચિત રાખવા ઈસ્લામોફોબિયા ના વિવિધ સ્વરૂપો છે.
▣ ઈસ્લામોફોબિયા ના કારણો :-
આમ તો આના ઘણા કારણો છે અહીં મુખ્યત્વે ત્રણ કારણો વર્ણવામાં આવે છે.
➥ ઈસ્લામી તાલીમ પ્રત્યે ગલતફહમી.
➥ મીડિયાની નકારાત્મક ભૂમિકા.
➥ મુસલમાનો ની વધતી વસ્તી.
ઉપરોક્ત ત્રણ કારણો જોતાં આ વાત પણ સરળતાથી સમજમાં આવી જાય છે કે આપણે વર્તમાન સમયમાં આ માનસિક બિમારી નો સામનો કઈ રીતે કરવાનો છે. અને તેના માટે શું શું કરવાની જરૂર છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59