આજકાલ સમાજમાં આ ખરાબી પણ ખૂબ જ જોવા મળે છે કે નિકાહ પહેલા સગાઈ ના નામે એક મોટા પ્રસંગનું આયોજન કરવામાં આવે છે જેમાં છોકરા છોકરીને એક સ્ટેજ પર કલાકો સુધી બેસાડવામાં આવે છે, તેઓ એક બીજાનો હાથ પકડી એક બીજાને વીટીં પહેરાવે છે, મસ્તી મજાક, વાતો તેમજ બધા રીત રિવાજો પૂરા કરે છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત યાદ રાખવામાં આવે કે છોકરા માટે નિકાહ માટે છોકરીને એક વખત જોવી તેમજ તે સમયે ટુંકી વાતચીત કરવી શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે. ત્યાર બાદ નિકાહ પહેલા તેની સાથે વાતચીત તેમજ તેની સાથે મુલાકાત વગેરે જાઈઝ નથી.
સગાઈનો હેતુ બન્ને ઘરોના મોટા સભ્યો સાથે બેસીને વાતચીત કરી તે બન્નેના નિકાહ વિષે પાક્કા ઈરાદાનો વાયદો કરવો છે. તે દરમિયાન શરઈ દ્રષ્ટિએ એટલી પણ ઈજાઝત મળે છે કે જો બન્ને ઘરોના સભ્યો એકબીજાને પોતાની હેસિયત પ્રમાણે કંઈક ભેટ આપવા ચાહે તો આપી શકે છે મુહબ્બતના ખાતર તેને જરૂરી સમજ્યા વગર, કેમ કે આ એક તરફ બન્ને તરફથી રઝામંદીનું પ્રતીક પણ હોય છે.
પરંતુ આપણા મુસ્લિમ સમાજમાં આ સગાઈ એક એવી રસમમાં સપડાય ગઈ છે કે જે બિલકુલ શરીયતના વિરૂદ્ધ અને ગુનાહો પર આધારિત કૃત્યો ની શિકાર બની ગઈ છે. કેમ કે ઉપરોક્ત બતાવ્યા મુજબ નિકાહ પહેલા બન્નેને કલાકો સુધી સ્ટેજ પર બેસાડવા, તેમજ તેઓનું એકબીજાનો હાથ પકડી એકબીજાને વીટીં પહેરાવવી, મજાક મસ્તી, વાતો કરવી તેમજ સાથે હળવું ફરવું જાઈઝ નથી.
જ્યાં સુધી બન્નેના નિકાહ ન થાય ત્યાં સુધી શરઈ દ્રષ્ટિએ બન્ને એકબીજા માટે અજનબી સમાન છે. અને જેવી રીતે અજનબી મર્દ ઔરત વિષે જે શરઈ આદેશો છે તે જ આદેશો આ બન્ને માટે પણ લાગુ પડશે.
તે માટે સગાઈના નામ પણ ચાલતી શરીયત વિરૂદ્ધ અને ગુનાહિત રસમોને છોડવી જરૂરી છે અને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે.
ઘરના મોટા સભ્યો અને વડીલો આ વિષે વિચારણા કરી સમાજમાં ચાલતી આ ખરાબી પર રોક લગાવે એ અમારી તમોને નમ્ર વિનંતી છે, તેમજ તમારો હક અને જવાબદારી પણ છે.
[ફતાવા દા.ઉ.ઝકરીયા : ૩ / ૫૪૪]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59