ફિ સબિલિલ્લાહ નો મતલબ અને મુરાદ વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   “ ફિ સબિલિલ્લાહ ” નો અર્થ “ અલ્લાહ ના રસ્તામાં ” થાય છે. આ વિષે ઘણા લોકો મુંઝવણ અનુભવે છે કે હદીષોમાં “ ફિ સબિલિલ્લાહ ” ની જે ફઝિલતો વર્ણવામાં આવી છે તે બધી તબ્લીગી જમાતની ફઝિલતમાં બોલી શકાય કે નહીં..?
શુદ્ધિકરણ :-
   સૌપ્રથમ ફિ સબિલિલ્લાહ નો મતલબ જાણી લઈએ. અને ત્યારબાદ તેની મુરાદ જાણી લઈએ.
▣ ફિ સબિલિલ્લાહ નો મતલબ :-
   ફિ સબિલિલ્લાહ એટલે કે અલ્લાહ નો રસ્તો એક વિસ્તૃત, વ્યાપક અને વિશાળ શબ્દ છે. દરેક તે કામ જે અલ્લાહ તઆલા માટે કરવામાં આવે તે દરેક કામ અલ્લાહ નો રસ્તો કહેવાશે.
▣ હદીષોમાં ઉલ્લેખિત ફિ સબિલિલ્લાહ થી મુરાદ :-
   હદીષોમાં ફિ સબિલિલ્લાહ ની જે ફઝિલતો વર્ણવામાં આવી છે તે હદીષોમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ બે પ્રકારના અર્થમાં ઉપયોગ થયો છે. (૧) ખાસ, (૨) સામાન્ય.
(૧) ખાસ અર્થ :- ખાસ અર્થનો મતલબ આ છે કે તે હદીષમાં ફિ સબિલિલ્લાહ ના વર્ણન સાથે અથવા આગળ પાછળ કોઈ એવો શબ્દ હોય જેનાથી એવી ખબર પડે કે અહીં ફિ સબિલિલ્લાહ થી મુરાદ દરેક દીની કામ નહીં બલ્કે કોઈ ખાસ પ્રકારના દીની કામનું વર્ણન તથા ફઝિલત બયાન કરવામાં આવી રહી છે.
   દા.ત. અમુક હદીષોમાં ફિ સબિલિલ્લાહ ના વર્ણન સાથે કત્લ, લડાઈ જેવા શબ્દોનો ઉપયોગ મળે છે. તો આનાથી ફિ સબિલિલ્લાહ થી દરેક પ્રકારનું દીની કામ નહીં બલ્કે એક ખાસ દીની કામ જીહાદ મુરાદ સમજવામાં આવશે.
હુકમ :- જે હદીષમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ જે ખાસ અર્થ (કોઈ એક ખાસ દીની કામ) માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય. તો તેના હેઠળ ઉલ્લેખિત ફઝિલત તે જ ખાસ કામ માટે બયાન કરવામાં આવે. અન્ય દીની કામોની ફઝિલત માટે તેને બયાન કરવી સહીહ નહીં ગણાય.
(૨) સામાન્ય અર્થ :- સામાન્ય અર્થનો મતલબ આ છે કે તે હદીષમાં ફિ સબિલિલ્લાહ ના શબ્દ સાથે અથવા આગળ પાછળ કોઈ એવો શબ્દ ન હોય જે કોઈ ખાસ પ્રકારનું દીની કામ દર્શાવતો હોય. આવી હદીષોમાં ફિ સબિલિલ્લાહ થી મુરાદ દરેક પ્રકારનું દીની કામ મુરાદ હોય છે.
હુકમ :- જે હદીષોમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ સામાન્ય અર્થમાં ઉપયોગ થયો હોય. તો તેના હેઠળ બયાન કરવામાં આવેલ ફઝિલત દરેક પ્રકારના દીની કામ માટે બયાન કરવી જાઈઝ રહેશે.
   સારાંશ કે જે હદીષોમાં “ ફિ સબિલિલ્લાહ ” નો શબ્દ કોઈ ખાસ દીની કામ માટે આવ્યો હોય તો તે હદીષ તે જ ખાસ કામના સંદર્ભમાં બોલવામાં આવે. અને જે હદીષોમાં સામાન્ય અર્થમાં આવ્યો હોય તે હદીષ દરેક પ્રકારના દીની કામના સંદર્ભમાં બયાન કરવી જાઈઝ છે. ચાહે ફઝિલત પર આધારિત હોય કે પછી વઈદ પર આધારિત હોય.
[નવાદીરૂ'લ્ ફિક્હ : ૧૩૪]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)