ઈસ્લામમાં ભૂંડનો ગોશ્ત કેમ હરામ છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   અમુક બિન મુસ્લિમો તરફથી સવાલ આવે છે કે ઈસ્લામમાં ભૂંડનો ગોશ્ત હરામ છે તો પછી અન્ય હલાલ જાનવરોનો ગોશ્ત કેમ ખાઓ છો..?
જવાબ :
   આમ તો આના શરઈ જવાબો ઘણા બધા છે જેમકે તેનું સંપૂર્ણપણે નાપાક હોવું વગેરે પરંતુ અત્યારે માત્ર ન ખાવા પાછળ ની એક હિકમત વર્ણવામાં આવે છે નીચે મુજબ છે.
   ભૂંડમાં ખરાબ આદતો (ખરાબ લક્ષણો) હોય છે, જેના પરિણામે તેની અસર તેને ખાનારા લોકો સુધી પહોંચે છે, અને જે લોકો ડુક્કર ખાય છે તે સ્પષ્ટ છે કે તેઓ નમ્રતા તેમજ શર્મ, પ્રતિષ્ઠા વગેરે જેવી વસ્તુઓ ગુમાવે છે અને તેઓ પ્રાણીઓની જેમ જીવવા લાગે છે.
   તે માટે ડુક્કર ના ગોશ્તને ઈસ્લામે હરામ ઠેરવ્યો છે કે માનવી બેશરમ અને ખરાબ લક્ષણો ને પાત્ર ન બને. જ્યારે કે અન્ય હલાલ જાનવરોમાં આ રીતનું નથી હોતું.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)