લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા દાઈ ( દીનની દઅવત આપનાર ) ના દરેક બોલ પર એક વર્ષની ઈબાદત નો ષવાબ અર્પણ ફરમાવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત હદીષ જે રસુલુલ્લાહ ﷺ ના નામે બયાન કરવામાં આવે છે તે રીવાયત રસુલુલ્લાહ ﷺ થી ઘણી તલાશ કર્યા પછી પણ સનદ સાથે હદીષની કિતાબોમાં મળતી નથી, તે માટે ઉપરોક્ત વાતને હદીષ કહી અથવા રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવી દુરુસ્ત નથી.
અલબત્ત આવી જ એક વાત ઈમામ ગઝાલીؒ એ પોતાની કિતાબ " મુકાશીફતુ'લ્ કુલૂબ " માં આ રીતે વર્ણવેલી છે કે :
“ હઝરત મુસાؑ એ એક વખત અલ્લાહ તઆલા ને પુછ્યું કે હે અલ્લાહ ! તે વ્યક્તિનું શું ઈનામ છે જે લોકોને સારા કામો તરફ બોલાવે અને બુરાઈ થી રોકે..? તો અલ્લાહ તઆલા ફરમાવ્યું કે હું તેઓના દરેક બોલ પર એક વર્ષની ઈબાદતના ષવાબ અર્પણ કરીશ, અને મને શર્મ આવે છે કે એવા વ્યક્તિને આગનો અઝાબ આપું.” [સફા / ૪૨]
ઉપરોક્ત વાત પણ રસુલુલ્લાહ ﷺ થી સાબિત તો નથી, તે માટે રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવામાં ન આવે પરંતુ આ વાતને ઈસરાઈલી રીવાયત કહીને બયાન કરી શકાય છે.
એવી જ રીતે હાફિઝ અબૂ નુઐમ અસ્ફહાની રહ. એ પણ આવો જ એક કિસ્સો હઝરત કઅબؒ થી નકલ કર્યો છે જેમાં લખ્યું છે કે " અલ્લાહ તઆલા એવા વ્યક્તિનો કયામતના દિવસે નબીઓ ની જમાઅતમાં સમાવેશ ફરમાવશે." [حلية الاولياء : ٦ / ٤١]
જેનો હૂકમ પણ આ જ છે કે રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવામાં ન આવે પરંતુ આ વાતને ઈસરાઈલી રીવાયત કહીને બયાન કરી શકાય છે.
તે માટે ઉપરોક્ત વાતોને હદીષ તેમજ રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન ન કરવી જોઈએ, અલબત્ત ઈસરાઈલી રીવાયત કહીને બયાન કરી શકાય છે.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૬૮]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59