ટાઈ પહેરવા વિષે શરઈ દૃષ્ટિકોણ

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો ટાઈ વિષેના શરઈ દૃષ્ટિકોણને લઈ મુંઝવણ અનુભવતા જોવા મળે છે. તેથી નીચે આ વિષે માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   આ વિષે મોટાભાગના ઉલમાનું માનવું છે કે ટાઈની શરૂઆત ખ્રિસ્તી ધર્મના પ્રતિકના રૂપમાં થઈ હતી. પરંતુ આગળ જતાં ધીમે ધીમે તેની આ હેસિયત ખતમ થઈને હવે ફક્ત પોશાકના એક ભાગ તરીકે રહી ગઈ છે.
   આ જ કારણે પ્રારંભમાં ઉલમા તરફથી આનું નાજાઈઝ તથા હરામ હોવાનું બતાવવામાં આવ્યું હતું. પરંતુ હવે તેની આ હેસિયત બાકી નથી રહી. તદુપરાંત ટાઈ પહેરનાર તેને કાં તો પોશાકના એક ભાગ તરીકે, અથવા ફેશન અથવા કંપનીના કાયદા કાનૂનના લીધે પહેરતો હોય છે. તેથી આને હવે નાજાઈઝ કે હરામ તો નહીં કહેવાય, અલબત્ત મકરૂહ જરૂર કહેવાશે.
   કેમ કે ભલે તેની ધાર્મિક પ્રતિક તરીકેની હેસિયત ખતમ થઈ ગઈ છે પરંતુ આજે પણ આ નેકી અને તકવો અપનાવનાર લોકોના વસ્ત્રોમાં શામેલ નથી થઈ. બલ્કે આનો ઉપયોગ કરનારાની મોટા ભાગની સંખ્યા બિન મુસ્લિમોની છે અથવા દુષ્ટ અને અનૈતિક લોકોની તથા એવા લોકોની છે જે સામાન્ય રીતે ધાર્મિકતાને મહત્વ ન આપતાં પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી જીવનશૈલીથી વધુ પ્રભાવિત થઈ તેને અનુસરે છે.
   આથી બની શકે ત્યાં સુધી આના ઉપયોગમાં સાવચેતી અપનાવી લેવી. હાં..! જ્યાં સ્થિતિ એવી હોય કે પહેરવું ફરજિયાત હોય ત્યાં ગુંજાશ રહેશે.
[ફતાવા મહ્મુદિય્યહ્ : ૧૨ / ૪૦૭ & કિતાબુ'ન્ નવાઝિલ : ૧૫ / ૩૪૬ & ઑનલાઇન ફતાવા બિન્નોરીયા & ઑનલાઇન ઉસ્માનીયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)