ઈસ્લામમાં ગુલામી પ્રથા કેમ છે, જ્યારે કે ગુલામી તો સ્વતંત્રતા ના વિરુદ્ધ છે.
જવાબ :
ગુલામીની પ્રથા ઈસ્લામ પહેલા પ્રાચીન કાળથી પ્રચલિત હતી. અને આ પ્રથા લગભગ દરેક રાષ્ટ્ર અને દરેક ધર્મમાં જોવા મળતી હતી. અન્ય રાષ્ટ્રોની જેમ આરબોમાં પણ આ પ્રથા પ્રચલિત હતી. તેમજ હુઝૂર ﷺ જે સમયે પધાર્યા તે સમયે પણ ગુલામ બનાવવાના ઘણા તરીકા પ્રચલિત હતા જે નીચે મુજબ હતા.
૧. યુદ્ધમાં જે લોકો કેદીઓ તરીકે પકડાઈ જતાં તેમને ગુલામ અથવા બાંદી બનાવી લેવી.
૨. લોકો, ગરીબીના કારણે અથવા કર્જના દબાણમાં આવીને પોતાને બાળકોને અથવા પોતાને કોઈના હાથ વેચી દેતા. અથવા પોતાના સંતાનો ને ગુલામ અથવા બાંદી બનાવી દેતા.
૩. કોઈ ગુન્હાના દંડરૂપે અથવા જુગારમાં હાર્યા પછી લોકોને ગુલામ બનાવી લેવાતા.
૪. કોઈને ચોરી અથવા અપહરણ કરીને લઈ આવતા અને બળજબરીથી ગુલામ અથવા બાંદી બનાવી લેતા વગેરે.
પયગંબર મુહમ્મદ ﷺ એ ગુલામ બનાવવાના આ તમામ તરીકાને કડક રીતે નાજાઈઝ અને ખુદાઈ પ્રકોપ (સજા) ને લાયક ગણાવી ફક્ત એક જ તરીકાને બાકી રાખ્યો. અને તે તરીકો આ હતો કે તે બિન મુસ્લિમો જે યુદ્ધમાં કેદી તરીકે પકડાયા હોય, તેઓ વિષે મુસ્લિમ શાસકોને આ અધિકાર રહેશે કે જો તેઓ જરૂરી મકસદ અને રાજકીય હિત માટે યોગ્ય માને, તો તેઓ આ કેદીઓને ગુલામ અથવા બાંદી બનાવી શકે છે.
તદુપરાંત એક તરીકા સિવાય ન માત્ર તમામ તરીકાને ખતમ કર્યા, બલ્કે કાયદેસર તેઓને આઝાદ કરવાના ફઝાઈલ સંભળાવી લોકોને આઝાદ કરવા બાબત પ્રોત્સાહિત પણ કર્યા અને કેટલાક અપરાધની સજાની માફી તરીકે ગુલામો આઝાદ કરવાનું પણ બતાવવામાં આવ્યું.
સારાંશ કે ઈસ્લામમાં ગુલામ બનાવવા માટેનો કોઈ કાયદેસર આદેશ કે પ્રોત્સાહન નથી. બલ્કે ખાસ પરિસ્થિતિ અને સંજોગોમાં માત્ર એક તરીકે તેની મંજૂરી બાકી રાખવામાં આવી છે.
ગુલામીનો તે એક તરીકો પણ કેમ બાકી રાખવામાં આવ્યો..?
સવાલ :
જ્યારે બાકીના તમામ તરીકા ખતમ કરવામાં આવ્યા, તો એક તરીકો કેમ બાકી રાખવામાં આવ્યો..? તેને પણ ઈસ્લામે નાબૂદ કેમ ન કર્યો..?
જવાબ :
આનો જવાબ આ છે કે તે એક તરીકો એટલા માટે ખતમ કરવામાં ન આવ્યો કે તેમાં તેઓની જાનનું રક્ષણ કરવું હેતુ હતો. આની વિગત આ છે કે કલ્પના કરો યુદ્ધમાં હજારો સૈનિકો કેદી તરીકે પકડાય જાય તો તેઓનું શું કરવામાં આવે..?
- એક પગલું તો આ છે કે આ બધાને છોડી દેવામાં આવે. આવી મૂર્ખતાનું પરિણામ તો સ્પષ્ટ છે કે જાણે હજારોની સંખ્યામાં દુશ્મનોને ફરીથી લડવા માટે આમંત્રણ આપવા સમાન છે.
- બીજું પગલું આ છે કે તે તમામને મારી નાંખવામાં આવે. તો વિચારો કે ગુલામ બનાવવા બાબત ઈસ્લામ પર આટલો વાંધો ઉઠાવે છે તો જો ઈસ્લામે મારી નાંખવાનો વિકલ્પ આપ્યો હોત તો શું થાતું..? સારાંશ કે ઈસ્લામે તેઓની જાનનું રક્ષણ કરતાં આ પગલું પણ ન ભર્યું.
- ત્રીજું પગલું આ છે કે દરેક વ્યક્તિને જેલમાં બંધ કરીને ત્યાં જ રાખવા અને તેમને રોટી તેમજ કપડાં જેવી જરૂરત પૂરી પાડવી. આ પરિસ્થિતિ આજે કેટલાય રાષ્ટ્રોમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ આમાં કેટલીક ખામીઓ પણ છે, એક આ કે આ વસ્તુ રાષ્ટ્ર પર મોટો બોજ બની જાય છે, અને તેમની પાસેથી કમાણી કરવી સ્વાર્થ કહેવાય છે. તદુપરાંત જેલની રક્ષા માટે ખાસ સેનાની નિમણૂક કરવી, કેદીઓની જરૂરિયાતો માટે ઘણા માણસો કામે લગાડવા વગેરે. આ બધો સ્ટાફ નકામો રાષ્ટ્રના અન્ય કામો માટે ઉપયોગ કરી શકાતો નથી, તે ફક્ત કેદીઓની સુરક્ષા માટે જ રહી જાય છે.
- છેલ્લું એક પગલું આ છે કે જેટલા કેદીઓ હોય તે તમામ લશ્કરના સૈનિકો દરમિયાન વહેંચી દેવામાં આવે. એક ઘરમાં એક ગુલામનો ખર્ચ પણ ખબર નહીં પડે અને રાજ્યને મોટા બોજમાંથી છુટકારો પણ મળશે. તેમજ દરેક વ્યક્તિને તેના કેદી પાસેથી સેવાઓ લેવાનો હક્ક પણ રહેશે, તેથી તે તેને રોટલી, કપડા જે કંઈ પણ આપશે, તે તેના પર ભારરૂપ પણ નહી બને. તે સમજશે કે મેં પગાર આપીને નોકર રાખ્યો છે હવે હું તેની પાસેથી સેવા લઉં છું અને તેને વળતરમાં રોટલી, કપડા આપું છું. તેમજ ગુલામને પણ ચાલવા - ફરવાની આઝાદી હશે, તે કેદખાનામાં બંધ નહીં હોય, તેથી તેને તેના માલિક પર ગુસ્સો પણ નહીં આવે, જેમ કે કેદખાનામાં કેદીને આવે છે. આ સ્થિતિમાં જો માલિક તેની સાથે સારું વર્તન કરશે, તો તેના દિલમાં માલિક પ્રત્યે પ્રેમ અને ઉદારતા પણ જાગશે. પરિણામે તેના ઘરને પોતાનું ઘર અને તેના ઘરના લોકોને પોતાના પ્રિયજનો માનવા લાગેશે.
સારાંશ કે વ્યવહારિક રીતે વિચાર વિમર્શ કરવામાં આવે તો આ એક એવો તરીકો છે જેમાં જાનનું પણ રક્ષણ છે અને રાજનૈતિક, સામાજિક તથા અન્ય અનેક ફાયદાઓ પર આધારિત છે. જેના સંદર્ભમાં આ પણ સમજમાં આવે છે કે કેમ આ એક તરીકો બાકી રાખવામાં આવ્યો છે.
બાંદીઓ અંગેના ખ્યાલ વિષે
સવાલ :
ઘણીવાર સાંભળતા રહીએ છીએ કે ઈસ્લામ માં એક પુરુષ માટે તેની પોતાની પત્ની અને બાંદીઓ હલાલ છે, તો વિષે પ્રકાશ પાડશો કે શરઈ દ્રષ્ટિએ આનો શું હુકમ છે..?
જવાબ :
હાં ! આ બિલકુલ સહીહ છે, કુર્આનમાં પણ આ વિષે ઉલ્લેખ છે.
وَالَّذِیۡنَ هُمۡ لِفُرُوۡجِهِمۡ حٰفِظُوۡنَ ﴿૫﴾
અને જેઓ પોતાના ગુપ્ત અંગોનું રક્ષણ કરે છે.
اِلَّا عَلٰۤی اَزۡوَاجِهِمۡ اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُهُمۡ فَاِنَّهُمۡ غَیۡرُ مَلُوۡمِیۡنَ ﴿૬﴾
સિવાય પોતાની પત્નીઓ અને બાંદીઓ ના જેઓ તેમના કબજામાં આવી છે, આવા લોકો માટે દોષપાત્ર નથી.
[સૂરહ અ'લ્ મુઅ્મીનુન, પારહ : ૧૮]
શરઈ દ્રષ્ટિએ બાંદીઓ સાથે નિકાહ વગર જાતીય સંબંધ બાંધવો જાઈઝ છે, અને આ બાંદીથી મુરાદ તે કાફિર સ્ત્રી છે જેની શરઈ જીહાદ દરમિયાન ધરપકડ થઈ હોય, અને મુસ્લિમ યોદ્ધાઓ વચ્ચે વહેંચાઈ ગઈ હોય, જ્યારે કે આજના યુગમાં આંતરરાષ્ટ્રીય કરારના પરિણામે હવે વ્યવહારીક રીતે આવી સ્ત્રીઓ (બાંદીઓ) અસ્તિત્વમાં નથી.
અને જે મહિલાઓ પોતાની આર્થિક મજબૂરી હેઠળ કોઈક ના ઘરે કામ કરે છે, પછી ભલે તે કાફિર હોય કે મુસલમાન, તેણી બાંદી નથી હોતી, બલ્કે તે એક સ્વતંત્ર મહિલા નોકરાણી હોય છે.
તે માટે આજની આવી નોકરાણી ઓ ને બાંદી સમજીને તેમની સાથે શરઈ બાંદી જેવું વર્તન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત એટલે કે મનાઈ છે, જાઈઝ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59