આજકાલ મુસ્લિમ સમાજમાં ગોદ ભરાઈ ની રસમ ખૂબ જોવા મળે છે. ગર્ભવતી મહિલાને સાતમા મહિને એક જગ્યાએ બેસાડી તેના ખોળામાં ચોખા, સોપારી, પૈસા તેમજ અમુક જગ્યાએ ફળ વગેરે મુકવામાં આવે છે. અને ત્યારબાદ તે મહિલાને પીયરે મોકલી આપવામાં આવે છે.
આ વિધિના સંદર્ભમાં ઘણી માન્યતાઓ માનવામાં આવે જે પૈકી અમુક માન્યતાઓ માણસને શીર્ક સુધી પહોંચાડી આપે છે. દા.ત. તે વસ્તુઓ એવી સ્ત્રીને ખવડાવવા માં આવે જેનું ગર્ભ ન રહેતું હોય, અથવા આ વિધિ કરવાથી બાળક સ્વાસ્થ્ય રહે છે વગેરે.
શુદ્ધિકરણ :-
આ વિધિનો ઈસ્લામમાં ન કોઈ ઉલ્લેખ છે, અમે ન તેની કોઈ હેસિયત છે. બલ્કે આ એક હિન્દુ વિધિ છે, જે તેઓના માધ્યમથી આપણા દરમિયાન પ્રસરી ગઈ છે. અને એટલી હદે પ્રસરી ગઈ છે કે તેને સમાજિક પ્રવૃત્તિઓ નો એક હિસ્સો ગણી લેવામાં આવ્યો છે, અને હવે તો આ વિધિ કરનાર કેટલાક ને પણ આ વાતની ખબર નથી હોતી કે આપણે આ વિધિ કેમ કરીએ છીએ..? પૂછવા પર બસ આટલો જ જવાબ મળે છે કે આ એક રસમ છે જે પહેલેથી ચાલતી આવે છે.
ઉપરોક્ત બતાવ્યા મુજબ કે આનો અસલ હેતુ શીર્ક પર આધારિત છે, માટે આ રીતની વિધિ કરવી શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી. ભલે અમુક લોકો હેતુ વગર માત્ર રસમના રૂપમાં કરતા હોય તો પણ જાઈઝ નથી, કેમ કે આ એક હિન્દુ વિધિ છે જેઓ ગલત માન્યાતો ને લઈ આને અમલમાં લાવતા હોય છે.
તે માટે આ રીતની વિધિઓ થી આપણે આપણા સમાજને મુક્ત કરી ઈમાન નું ખૂબ જ રક્ષણ કરવાની જરૂર છે.
📖 ફતાવા કાસ્મિય્યહ : ૩ / ૨૭૦
📖 ઑનલાઇન ફતાવા જામિઆ બિન્નોકરિયા
📖 શાહ રાહે ઈલ્મ : ઑક્ટોબર ૨૦૧૮
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59