શદ્દાદ અને તેની જન્નત વિષે લોકોમાં કિસ્સા ઘણા મશ્હૂર છે કે શદ્દાદે દુનિયામાં જન્નત બનાવી હતી, અને બન્યા બાદ તે તેમાં દાખલ થતાં પહેલા જ મૃત્યુ પામી ગયો હતો.
શુદ્ધિકરણ :-
હાફિઝ ઈબ્ને કષીરؒ , હાફિઝ ઈબ્ને હજરؒ , અલ્લામા ઈબ્ને ખલદૂનؒ , અલ્લામા યાકૂત રૂમી હમવીؒ , અલ્લામા આલૂસીؒ , અલ્લામા શવકાનીؒ વગેરે શુદ્ધિકરણ કરનાર ઉલમાએ શદ્દાદના જન્નત વાળા કિસ્સાને બેબુનિયાદ અને મનઘડત બતાવ્યો છે. [તફસીરે ઈબ્ને કષીર : ૮ / ૩૮૬ & અ'લ્ કાફિ વ'શ્ શાફી : પૃષ્ઠ / ૩૧૭ & મુકદ્દમ-એ ઈબ્ને ખલદૂન : ૧ / ૧૮ & મઅજમુ'લ્ બલદાન : ૧ / ૧૫૭ & રૂહુ'લ્ મઆની : ૧૫ / ૩૩૮ & ફત્હુ'લ્ કદીર : ૫ / ૫૩૦]
તે માટે ઉપરોક્ત કિસ્સાને બયાન કરવો તેમજ શેયર કરવો દુરસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૪ / ૧૬૨]
[ઑનલાઈન ફતાવા જામીઆ બિન્નોરી ટાઉન]
[ઈસ્લાહે અગ્લાત : સિલસિલા નં. ૯૯૫]
[તન્બિહાત : ૩૫૨]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59