ગુલાબ ના ફૂલની ખુશ્બૂ નબી ﷺ ના પસીનાથી હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત ખૂબ જ પ્રચલિત છે કે ગુલાબના ફૂલ ની જે સુગંધ હોય છે તે નબી ﷺ ના પસીના અથવા લોહીથી પેદા કરવામાં આવી છે.
શુદ્ધિકરણ :-
   લોકોમાં પ્રચલિત ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ અને પાયાવિહોણી છે.
   હાં..! નબી ﷺ ના પસીના મુબારક થી ખુશ્બૂ આવવી સહીહ હદીષથી સાબિત છે. [મુસ્લિમ શરીફ : ૨૩૩૧] એટલે કે નબી ﷺ નો પસીનો ખુશ્બૂદાર હતો. પરંતુ આનો મતલબ આ નહીં કે ગુલાબના ફૂલ ની ખુશ્બૂ પણ તેનાથી પેદા કરવામાં આવી છે.
   તે માટે એવું સમજવું કે ગુલાબના ફૂલ ની ખુશ્બૂ નબી ﷺ પસીના અથવા લોહીથી પેદા કરવામાં આવી છે સહીહ નથી.
[ઈરશાદુ'સ્ સાઈલીન : ૧ / ૧૨૨]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)