આ વાત પણ હદીષના નામે ખૂબ જ પ્રચલિત છે કે “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જો સામેવાળી વ્યક્તિ ને માફી આપવામાં તમારી ઈજ્જત માં કમી આવી જાય તો કયામત ના દિવસે મારી પાસેથી લઈ લેજો ”
શુદ્ધિકરણ :-
હદીષની કિતાબોમાં ઘણી તલાશ કર્યા બાદ પણ ઉપરોક્ત વર્ણવેલ હદીષ કોઈ પણ કિતાબમાં મળતી નથી, તે માટે જ્યાં સુધી ભરોસાપાત્ર સનદ સાથે આ હદીષ ન મળે ત્યાં સુધી તેને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીને હદીષના નામે બયાન કરવી જાઈઝ નથી.
હાં ! આ વિષયમાં એક હદીષ છે જે સહીહ સનદ સાથે મુસ્લિમ શરીફમાં મૌજૂદ છે તે આ પ્રમાણે છે કે :
☜ عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنْ رَسُولِ اللَّهِ ﷺ قَالَ مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ وَمَا زَادَ اللَّهُ عَبْدًا بِعَفْوٍ إِلَّا عِزًّا وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اللَّهُ. [મુસ્લિમ શરીફ : ૬૫૯૨]
✰ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે સદ્કહ્ આપવો માલમાં કમીનો સબબ નથી બનતો, અને અલ્લાહ તઆલા માફી આપનાર ની ઈજ્જત માં વધારો કરે છે, અને વિનયશીલતા માં અલ્લાહ તઆલા તેનો દરજ્જો બુલંદ કરે છે.
તે માટે જે સાબિત છે તેને બયાન કરવી જોઈએ, અને જે સાબિત નથી તેને બયાન કરવામાં સાવચેતી અપનાવવી ખૂબ જરૂરી છે.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૭ / ૩૩૫]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59