માઈન્ડ રીડર જેમ કે અત્યારે (સુહાની શાહ) નું નામ મિડિયા મા મોખરે છે તો માઈન્ડ રીડર અને ચમત્કાર વચ્ચે શું અંતર અને શું હકીકત છે....?
જવાબ :
સૌપ્રથમ આપણે મોઅ્જીઝા અને માઈન્ડ રીડર ની વ્યાખ્યાઓ જાણી લઈએ.
➤ ચમત્કાર (મોઅ્જીઝા & કરામત) :- દુનિયામાં જે કાંઈ પણ આદત (અક્કલ) ના મુજબ થઈ રહ્યું છે તે આદત તેમજ અક્કલ ના વિરુદ્ધ અલ્લાહ તઆલા તરફથી કોઈના હાથે જાહેર કરવામાં આવતા અદ્ભૂત કામોને ચમત્કાર કહેવામાં આવે છે.
આ જ ચમત્કાર જો અલ્લાહ તઆલા તરફથી કોઈ નબી દ્વારા જાહેર થાય તો તેને શરઈ પરિભાષામાં “ મોઅ્જીઝા ” તરીકે ઓળખવામાં આવે છે, અને જો કોઈ બુઝુર્ગ (નબી સિવાય કોઈ નેક સાલેહ) વ્યક્તિ દ્વારા જાહેર થાય તો તેને “ કરામત ” તરીકે ઓળખવામાં આવે છે.
➤ માઈન્ડ રીડર :- માઈન્ડ રીડર વાસ્તવમાં એક કલા છે જે ઘણી જ કસરત, વર્ષો સુધી ની એકાગ્રતા તેમજ ઘણા લાંબા ધૈર્યપૂર્ણ પ્રયત્નો બાદ પ્રાપ્ત થાય છે જેની વિગત આ પ્રમાણે છે કે માણસની જે રૂહ અને આત્મા હોય છે તેની કુલ પાંચ વિશિષ્ટતા છે. (૧) અક્કલની શક્તિ, (૨) ક્રોધની શક્તિ, (૩) ખ્વાહિશ (શહવત) ની શક્તિ, (૪) ખ્યાલની શક્તિ, (૫) વહેમની શક્તિ.
ઉપરોક્ત પાંચ પૈકી જે શક્તિનું પ્રમાણ વધુ રહે છે તે મુજબ માણસનો મિજાજ રહે છે. જો અક્કલની શક્તિ નો અસર બીજી શક્તિઓ પર વધુ પ્રમાણમાં હોય અને તે શક્તિઓ બિલકુલ કમજોર જ પડી જાય તો તે માણસ ફરીશ્તાની જેમ ગુણ ધરાવતો વ્યક્તિ બની જાય છે. અને જે વ્યક્તિમાં ક્રોધનો અસર વધારે હોય છે તે વ્યક્તિના મિજાજમાં હેવાનિયત આવી જાય છે, જેનાથી લોકો ખૂબ ડરતા હોય છે અને આવો વ્યક્તિ વધારે પડતો લોકોને સતાવતો હોય છે. એવી જ રીતે જે વ્યક્તિમાં ખ્વાહિશ (શહવત) પ્રમાણ વધુ હોય છે તે વ્યક્તિની જીંદગી ખ્વાહિશો પૂરી કરવામાં પસાર થઈ જાય છે અને તેની પાસે કોઈ શર્મ પણ બાકી નથી રહેતી. અને જે વ્યક્તિમાં ખ્યાલ અને વહેમની શક્તિ વધુ પ્રમાણમાં હોય છે તે વ્યક્તિને જીન્નાતો સાથે મુનાસબત પેદા થઈ જાય છે, જેના દ્વારા તે જીન્નાતને પણ તાબેદાર બનાવી શકે છે અને લોકોના ખ્યાલોને પણ તાબેદાર બનાવી શકે છે. અને જે વ્યક્તિમાં આ તમામ સિફાત બરાબર હોય તો તે વ્યક્તિ એક સારા ઈનસાન તરીકે ઓળખાય છે.
હવે માઈન્ડ રીડર વિષે જાણીએ કે તેનો સંબંધ પણ ખ્યાલ અને વહમ ની શક્તિ સાથે છે કે કોઈ વ્યક્તિ પોતાના ખ્યાલ અને વહમની શક્તિ દ્વારા યા તો જીન્નાતને તાબેદાર કરી લોકો સાથે વાત કરાવે છે અથવા સામેવાળી વ્યક્તિના ખ્યાલોને કાબુમાં કરી તેને બિલકુલ એવું બનાવી દે છે કે પોતે જે રીતનું સોચે એ જ રીતનું સામેવાળી વ્યક્તિને સંભળાય અને દેખાય છે, જેને કદાચ " હિપેટાઈસ " પણ કહેવામાં આવે છે. અને જો કે જીન્નાત અથવા પોતે પોતાને જે ચાહે તે બતાવી શકે છે તે માટે કોઈ દિવસ તો તેઓ પોતાને ફરીશ્તા કહે છે, તો કોઈ દિવસ કોઈ મૃત્યુ પામનારની આત્મા બતાવતા હોય છે, અને આનો અસર નાના બાળકો અને સ્ત્રીઓ પર વધારે પડતો હોવાથી આ જ લોકો તેને જોઈ અને સાંભળી શકતા હોય છે.
ઉપરોક્ત માહિતી અનુસાર બન્નેની વ્યાખ્યાઓ ના માધ્યમથી તે બન્ને દરમિયાન ઘણા તફાવતો ખબર પડે છે જે નીચે મુજબ છે.
૧)☞ મોઅ્જીઝો નબીના હાથે તેમજ કરામત બુઝુર્ગના હાથે જાહેર થાય છે, જ્યારે કે માઈન્ડ રીડર માટે કોઈ વિશેષ વ્યક્તિ નિશ્ચિત નથી.
૨)☞ મોઅ્જીઝાનો મુકાબલો નથી થઈ શકતો, ( એટલે કે તેના જેવું કોઈ પેશ નથી કરી શકતું ) જ્યારે કે માઈન્ડ રીડરની તુલનામાં એવું જ પેશ કરી શકાય છે.
૩)☞ મોઅ્જીઝા તેમજ કરામત નબી અને વલી જ્યારે ચાહે પોતાની મરજી મુજબ નથી કરી શકતા, બલ્કે અલ્લાહ તઆલા દ્વારા મંજૂર હોય ત્યારે શક્ય હોય છે, જ્યારે કે માઈન્ડ રીડર પોતાની આ કલા જ્યારે ચાહે દેખાડી શકે છે.
૪)☞ મોઅ્જીઝા તેમજ કરામત અલ્લાહ તઆલા ની શક્તિનું અભિવ્યક્ત હોય છે, જ્યારે કે માઈન્ડ રીડર જાદુની જેમ એક કલા હોય છે.
૫)☞ મોઅ્જીઝા અને કરામત કોઈ ગુપ્ત કારણોના હેઠળ નથી હોતો, જ્યારે કે માઈન્ડ રીડર પાછળ ગુપ્ત કારણો અસરકારક હોય છે.
ઉપરોક્ત ચમત્કાર (મોઅ્જીઝા & કરામત) અને માઈન્ડ રીડર દરમિયાન તફાવતો દ્વારા આ વાત સ્પષ્ટ અને જગ જાહેર થઈ ગઈ કે માઈન્ડ રીડર ને કોઈ હિસાબે ચમત્કાર ન કહી શકાય.
✰ ફાયદો :- ઉપરોક્ત માહિતી ના માધ્યમ થી આ વાત પણ સમજમાં આવી ગઈ કે માઈન્ડ રીડર દ્વારા બતાવવામાં આવતી વાતોને ગૈબી વાતો જાણનાર પણ ન કહી શકાય.
કેમ કે કોઈ પણ વાતને ગૈબની વાત ત્યારે કહેવાય જ્યારે તે વાત કોઈ પણ જાતના વાસ્તા વગર ખબર પડે, અને માઈન્ડ રીડર દ્વારા જણાતી વાતો પોતાની કલાના વાસ્તેથી જાણવામાં આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59