લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે એક ઘડીની ચિંતા-વિચાર ૬૦-૭૦ વર્ષની ઈબાદત થી શ્રેષ્ઠ (બેહતર) છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે ચિંતા-વિચાર પ્રત્યે બે વાતો લોકોમાં ઘણી પ્રચલિત છે જે નિમ્ન લિખિત છે.
(૧) અલ્લાહ તઆલાનો દિન આખી દુનિયામાં કેવી રીતે જીવીત થાય તે પ્રત્યે ચિંતા-વિચાર કરવો.
(૨) સૃષ્ટિ પ્રત્યે ચિંતા-વિચાર કરવો જેથી અલ્લાહ તઆલાની સાચી ઓળખાણ પેદા થાય.
જ્યારે ઉપરોક્ત વાત સારી રીતે સમજી લીધી હોય તો હવે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ઉપરોક્ત હદીષને બયાન કરવી દુરુસ્ત અને સહીહ નથી. કેમ કે જો તેને પહેલા નંબરના હેતુસર બયાન કરવામાં આવે તો તેનું હદીષ હોવું દુરુસ્ત નથી અને તેનું રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરી બયાન કરવું પણ સહીહ નથી.
કેમકે મુલ્લા અલી કારીؒ લખે છે કે હકીકતમાં આ હદીષ નથી બલ્કે પ્રખ્યાત બુઝુર્ગ સિર્રી સકત઼ીؒ નો અભિપ્રાય છે. (અ'લ્ મસ઼્નુઅ્.)
અને બીજા નંબરના હેતુસર બયાન કરવામાં આવે તો હદીષતો મૌજુદ છે જેમ કે પ્રખ્યાત વિદ્ધાન શેખુ'લ હદીષ હઝરત મવલાના ઝકરિયાؒ એ પોતાના "ફઝાઈલે ઝીક્ર" નામી રીસાલામાં બીજા નંબરના જ હેતુસર વર્ણન કરેલું છે. (ફઝાઈલે આમાલ / સફા. ૩૫૯ - ૩૬૦←દિનિયાતના નવા નુસ્ખા પ્રમાણે) પરંતુ હઝરાતે મુહદ્દીષીનના કહેવા મુજબ આ હદીષની સનદ ભરોસાપાત્ર નથી.
તે માટે સાવચેતી આ વાતમાં છે કે તેને રસુલુલ્લાહ ﷺ તરફ નિસબત કરીને બયાન કરવામાં ન આવે.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59