ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ નો બહિષ્કાર કેમ..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ ના બહિષ્કાર નો હેતુ માત્ર આ સમજે છે કે આનાથી તેઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે. આના લીધે અમુક લોકો તરફથી બે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળે છે.
(૧) એવું સમજીને બહિષ્કાર કરવાનું છોડી દે છે કે મારા એકલાના છોડવા પર કંઈ નહીં થાય.
(૨) અથવા તેઓ આ બહિષ્કારનો વિરોધ કરે છે કે જે વસ્તુઓ નો બહિષ્કાર કરવાનો છે તેના જેવી બીજી વસ્તુઓ માર્કેટમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.
શુદ્ધિકરણ :-
   યાદ રહે કે બહિષ્કાર નો હેતુ માત્ર આર્થિક નુકસાન પહોંચાડવો નથી. બલ્કે આની સાથે બહિષ્કાર નો અસલ હેતુ મુસલમાનો પર થતા અત્યાચાર અને જુલમ પર આપણે એક મુસલમાન હોવાના નાતે નારાજગી વ્યક્ત કરવાની છે, અને મુસલમાનો પ્રત્યે પોતાની લાગણીઓ ને જાહેર કરવાની છે.
   જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ તરફથી તકલીફ પહોંચે છે તો આપણે બહિષ્કાર ના રૂપમાં તેની સાથે વાત કરવાનું છોડી દઈએ છીએ. તેમજ આપણને પણ ખબર હોય છે કે આનાથી ન તેને કોઈ નુકસાન પહોંચશે અને ન મને કોઈ ફાયદો પહોંચશે તે છતાંય માત્ર નારાજગી વ્યક્ત કરતા તેની સાથે સંબંધ તોડી નાખીએ છીએ.
   તો શું આપણે મુસલમાનો પર થતા જુલમ પર માત્ર બહિષ્કાર ના રૂપમાં નારાજગી પણ વ્યક્ત નથી કરી શકતા..? કે પછી તેમાં પણ નફો નુકસાન તલાશ કરીશું..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)