જુમેરાતે પઢવામાં આવતા એક ખાસ દુરૂદ શરીફ કે જેને પઢવાથી નબી ﷺ પોતે કબરમાં ઉતારશે, તેના વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં એક દુરૂદ શરીફ ખૂબ જ પ્રચલિત છે જેની ફઝીલતમાં આવે છે કે જે વ્યક્તિ નિમ્ન દુરૂદ શરીફ જુમેરાતે રાત્રે (જુમ્મા ની રાત્રે) પઢવાની પાબંદી કરશે તો જ્યારે તે મૃત્યુ પામશે ત્યારે રસુલુલ્લાહ ﷺ પોતે તેને પોતાના હાથો વડે કબરમાં ઉતારશે, અને પોતે દફન કરશે. તે દુરૂદ શરીફ આ છે.
اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ وَبَارِكَ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ النَّبِيِّ الأُمِّيِّ الْحَبِيبِ الْعَالِي الْقَدْرِ الْعَظِيمِ الْجَاهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ وَسَلِّمْ.
શુદ્ધિકરણ :-
   આ દુરૂદ શરીફ હદીષોની કિતાબોમાં મળતું નથી, કે રસુલુલ્લાહ ﷺ એ આ રીતનું કંઈક વર્ણન કર્યું હોય, તે માટે ઉપરોક્ત દુરૂદ શરીફને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીત કરીને બયાન કરવું દુરસ્ત નથી.
   કિતાબોમાં આ દુરૂદ શરીફ ઈમામ જલાલુદ્દીન સુયુતીؒ ની તરફ સંબોધીત મળે છે, મતલબ કે આ દુરૂદ શરીફ ઈમામ જલાલુદ્દીન સુયુતીؒ તરફથી વર્ણવેલ મળે છે. અને તેમાં વર્ણવેલ શબ્દો પણ સહીહ હોવાને લીધે પઢવામાં વાંધો નથી, પરંતુ નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવામાં ન આવે.
   અને જ્યાં સુધી વાત છે તેમાં વર્ણવેલ ફઝીલતની તો ઉપરોક્ત વર્ણવેલ ફઝીલતનું યકીન રાખવું તેમજ તેને સાબિત સમજવું સહીહ નથી, કેમ કે આ એક એવી ફઝીલત છે જેનો સંબંધ ગૈબથી છે એટલે કે આવી વાત પોતે અલ્લાહ જ બતાવી શકે છે અથવા વહી દ્વારા રસુલુલ્લાહ ﷺ બતાવી શકે છે, જ્યારે કે વાસ્તવમાં કુર્આન અને હદીષ બન્નેમાં આ ફઝીલતનો કોઈ જ ઉલ્લેખ નથી.
   તે માટે તે દુરૂદ શરીફો પઢવા અને પ્રચલિત કરવા જોઈએ જેમની ફઝીલતો સાબિત હોય, અને આ દુરૂદ શરીફ પઢવું જ હોય તો પઢવામાં વાંધો તો નથી પરંતુ બે વાતોનો ખ્યાલ રાખવો કે તેને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીત કરવામાં ન આવે, અને તેમાં વર્ણવેલ ફઝીલતને સાબિત સમજવામાં ન આવે.
[આ દુરૂદ શરીફની તહકીક હઝરત શેખ તલ્હા મનિયાર હફીઝહુલ્લાહ ના લેખની મદદ થી લખવામાં આવી છે]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)