એક ઘોડાને દોરડાથી બાંધવાની પ્રક્રિયાથી એટલી બધી વાર પસાર કરવામાં આવ્યો હોય છે કે તે પોતાના માલિકને જ દોરડું સમજવા લાગે છે. એટલે કે માલિક જો તેને ખરેખર દોરડું ન બાંધે, બલ્કે દોરડું બાંધવાની એક્ટિંગ કરે તો પણ ઘોડો એવું સમજે છે કે તેને વાસ્તવમાં બાંધવામાં આવ્યો છે.
આને મનોવિજ્ઞાનની પરિભાષામાં Classic Conditioning (ક્લાસિક અનુકુલન) કહેવામાં આવે છે. આના પર રશિયન મનોવિજ્ઞાની પિયોલોના પ્રખ્યાત પ્રયોગો છે. આનો આસાન મફહૂમ આ છે કે એક જ વસ્તુને એટલી બધી વાર પુનરાવર્તિત કરવામાં (દોહરાવવામાં) આવે કે સામેવાળી વ્યક્તિના મનમાં તે વસ્તુ એ રીતે ચોંટી જાય કે તેના માટે તે વસ્તુ એક હકીકત બની જાય.
આ જ ટેકનિક દ્વારા માણસના મગજ ઉપર પણ કંટ્રોલ કરવામાં આવે છે. જેમ કે એક ઈસ્લામી પ્રક્રિયા જિહાદ ને આતંકવાદ સાથે એટલી હદે જોડવામાં આવ્યું અને તેનું એટલું બધું પુનરાવર્તિત કરવામાં આવ્યું કે હવે બિન મુસ્લિમ તો દૂરની વાત મુસલમાનો ના મગજમાં પણ જિહાદ ની હકીકત આતંકવાદ બનીને રહી ગઈ છે. એટલે કે લોકો જિહાદને જ આતંકવાદ નું બીજું નામ સમજવા લાગ્યા છે.
જ્યારે કે જિહાદ અને આતંકવાદ વાસ્તવમાં બે અલગ અલગ વસ્તુ છે, જિહાદ દુનિયામાં થી હિંસા અને અત્યાચાર ને નાબૂદ કરવાનું સાધન છે. જ્યારે કે આતંકવાદ દુનિયામાં અત્યાચાર ફેલાવવાનું નામ છે. પરંતુ લોકો આને બિલકુલ માનવા તૈયાર નહીં થાય. કેમ કે આ વાત એક ષડયંત્રના હેઠળ પુનરાવર્તિત દ્વારા લોકોના મગજમાં એ રીતે ચોંટાડવામાં આવી છે કે લોકો તેને જ હકીકત સમજી બેઠા છે જેમ કે ઘોડો માલિકને જ દોરડું સમજવા લાગે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59