રસમ વિષે શરઈ દ્રષ્ટિકોણ

Ml Fayyaz Patel
0
   આજકાલ આપણા સમાજમાં રસમો ખૂબ જ વધી રહી છે, જાણે દરેક જ પ્રકારની રસમ સંપૂર્ણપણે જાઈઝ હોવાનું સાબિત હોય એટલી ઝડપે વધી રહી છે, તો આ વિષે રસમ વિષે શરઈ દ્રષ્ટિકોણ શું છે તે સમજી લઈએ.
શુદ્ધિકરણ :-
   આ વિષયમાં સૌથી પહેલા તો રસમ પ્રત્યેની ટૂંકી સમજૂતી શાબ્દિક અને પરિભાષિત અર્થ સ્વરૂપે જાણી લઈએ, ત્યારબાદ તેનો શરઈ હુકમ જાણીશું.
✺ રસમનો શાબ્દિક અર્થ :-
   રસમનો શાબ્દિક અર્થ રીત અને રિવાજ થાય છે ભલે સારી હોય કે ખરાબ બન્ને પર બોલાય છે.
✺ રસમની પરિભાષિત વ્યાખ્યા :-
   જે બિન સાબિત કામને રીત - રિવાજ થી મજબૂર થઈ તેમજ તે કામને સારું અથવા ખરાબ હોવાની પરવાહ કર્યા વગર દરેક પરિસ્થિતિમાં અપનાવવું જરૂરી સમજવામાં આવે તેવા કામને રસમ કહેવામાં આવે છે.
➻ નોંધ :- તે જ કામને જો ઈબાદત સમજીને કરવામાં આવે તો તે બિદઅત થઈ જશે, આ જ બુનિયાદી તફાવત છે રસમ અને બિદઅત ના દરમિયાન.
✰ ફાયદો :- સામાન્ય રીતે શાદી, ખૂશી વગેરેના મોકા પર લોકો વધારે પડતી રસમ કરતા હોય છે, જ્યારે કે મય્યિત, ગમી વગેરેના મોકા પર બિદઅત કરતા હોય છે.
✺ રસમનો હુકમ :-
   દરેક તે રસમ જે શરીયતની તાલીમ તથા નિયમો ના વિરુદ્ધ કામો પર આધારિત હોય તેવી રસમને અપનાવવી જાઈઝ નથી. દા.ત. ફૂઝુલ ખર્ચી, માલદારી દેખાડવી, ગેર કોમ સાથે સામ્યતા, નાંચ-ગાન, બે-પરદગી વગેરે.
   અલબત્ત ખાવા, પીવા અને લિબાસ વગેરેમાં લોકોના તે રિવાજ જે પ્રાદેશિક અને ખાનદાની હોય જેમાં તેઓ પોતાની અલગ ઓળખ રાખતા હોય તો તેમાં જ્યાં સુધી શરીયતની તાલીમ વિરુદ્ધ કોઈ કૃત્ય શામેલ ન થાય ત્યાં સુધી તેને અપનાવવામાં કોઈ વાંધો નથી.
   તેમજ જાઈઝ અને સારા કામો પર આધારિત રસમો બાબત આ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવે કે તેને જરૂરી સમજવામાં ન આવે, અને કોઈને તેને અપનાવવા પર મજબૂર પણ કરવામાં ન આવે, તેમજ ન કરનાર ને ધિક્કારવામાં તેમજ તુચ્છ નજરે જોવામાં ન આવે.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. જામિઆ બિન્નોરીયા & ફિક્હી ઝવાબિત : ૪ / ૨૦૫]
-----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)