ગરદન પર મસહ કરવા વિષે

Ml Fayyaz Patel
0
   અમુક લોકો ગરદન પર મસહ કરવા વિષે ઘણી મુંઝવણ અનુભવતા હોય છે, તે માટે નિમ્ન તેના વિષે માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   ગરદનનો મસહ કરવો મુસ્તહબ છે, આ વિષે હદીષોમાં ગરદન પર મસહ કરવાનો ઉલ્લેખ મળે છે, ભલે તે હદીષો ઝઈફ છે પરંતુ તે ઝઈફ હદીષો પર અમલ કરવો તેમજ તેના વડે કોઈ અમલને મુસ્તહબ કહેવો જાઈઝ છે.
    બલ્કે ફિક્હની કિતાબોમાં ઘણા મોટા મોટા ઉલમા અને મુહદ્દીષો એ ઝઈફ હદીષોમાં વર્ણવેલ આમાલને પોતાની કિતાબોમાં મુસ્તહબ અમલ કહીને તેના પર અમલ કરવા પર ઉમ્મતને પ્રોત્સાહન આપ્યું છે, (આ વિષે વધુ માહિતી " અ'લ્ જુઝ્ઉ'લ્ લતીફ ફિ'લ્ ઈસ્તિદ્લાલી બિ'લ્ હદીસી'ઝ઼્ ઝ઼ઈફ " નામી કિતાબથી મેળવી શકો છો)
✺ ગરદન પર વિષે હદીષો નિમ્ન મુજબ છે.
☜ عن ابن عمرؓ ان النبی ﷺ قال من توضا ومسح بیدیه علی عنقه وقي الغل یوم القیامة۔ [اعلاء السنن : ١ / ١٢٣، تلخيص الحبير : ١ / ٢٨٨]
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ વુઝૂ કર્યું અને પોતાના હાથો વડે ગરદનનો મસહ કર્યો તો કયામતના દિવસે ગરદનમાં તોક પહેરાવવાથી તેની હિફાઝત કરવામાં આવશે.
☜ عن طلحة عن ابیه عن جدہ انه رأی رسول الله ﷺ یمسح راسه حتی بلغ القذال وما یدیه من مقدم العنق بمرة۔ [مسند احمد : ٣ / ٤٨١، رقم الحديث : ١٥٥٢١]
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ વુઝૂ કરતી વખતે પોતાના માથા પર મસહ કર્યો, અને પોતાના હાથને માથાના છેલ્લા હિસ્સાથી જોડાયેલ ગરદન ની ઉપર સુધી લઈ ગયા.
☜ عن مجاهد عن ابن عمرؓ انه کان اذا مسح راسه مسح قفاہ مع راسه۔ [السنن الكبرى للبيهقى : ١ / ٦٠]
તર્જુમો :- હઝરત ઈબ્ને ઉમરؓ  જ્યારે વુઝુ ફરમાવતા હતા તો પોતાની ગરદનનો પણ મસહ કરતા હતા.
  ઉપરોક્ત હદીષો સિવાય બીજી હદીષો પણ છે જેમાં ગરદન પર મસહ કરવાનો ઉલ્લેખ છે, પરંતુ સમજવા માટે ઉપરોક્ત વર્ણવેલ હદીષો કાફી અને પૂરતી છે.
   તે માટે ગરદનનો મસહ કરવો બિલકુલ દુરુસ્ત અને મુસ્તહબ અમલ છે, તેના પર અમલ કરવામાં કોઈ વાંધો નથી.
નોંધ :- ગળાનો મસહ કરવો સાબિત નથી માટે તેને મુસ્તહબ સમજીને તેનો પણ મસહ કરવો બિદઅત છે.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)