હુઝૂર ﷺ નો પડછાયો હોવા, ન હોવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં હુઝૂર ﷺ પડછાયા ને લઈ આ વાત ખૂબ જ પ્રચલિત છે કે નબી ﷺ ને પડછાયો પડતો ન હતો.
શુદ્ધિકરણ :-
   આ વાત કે નબી ﷺ ને પડછાયો પડતો ન હતો અમુક કમજોર તથા એવી હદીષોથી સાબિત છે જે ભરોસાપાત્ર નથી.
     જ્યારે કે તેની તુલનામાં બીજી સહીહ હદીષોમાં હુઝૂર ﷺ નો પડછાયો હોવાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. જેમ કે એક હદીષમાં આવે છે કે હઝરત ઝૈનબ રદીયલ્લાહુ અન્હા ફરમાવે છે કે :
فَبَیْنَمَا أَنَا یَوْمًا بِنِصْفِ النَّهَارِ إِذَا أَنَا بِظِلِّ رَسُولِ اللّٰهِ مُقْبِلٌ.
એક દિવસ બપોરના સમયે મેં અલ્લાહના રસૂલ ﷺ ના આગમનનો પડછાયો જોયો. [મુસનદે અહમદ : ૧૧૪૬૭]
   તે માટે કમજોર તથા ભરોસાપાત્ર વિનાની હદીષોની તુલનામાં સહીહ હદીષોથી સાબિત વાતોને પ્રાથમિકતા આપવી જોઈએ કે રસુલુલ્લાહ ﷺ નો પડછાયો પડતો હતો.
[ઈરશાદુ'સ્ સાઈલીન : ૧ / ૧૯૧]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)