દાઢી ન રાખવા પર કબરમાં રસુલુલ્લાહ ﷺ તરફથી સખત નારાજગી ના વર્તન વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે કોઈ એવા વ્યક્તિને જે દાઢી ન રાખતો હોય કબરમાં પુછવામાં આવશે કે " તારો નબી કોણ છે " તો તેના જવાબ આપતા પહેલા રસુલુલ્લાહ ﷺ જવાબ આપશે કે તે વ્યક્તિ મને ઓળખે કે ન ઓળખે પરંતુ હું તેને નથી ઓળખતો. આ રીતે અમુક લોકો દાઢી ન રાખનારા ઓ માટે સજા રૂપે આ વાત હદીષના નામે બયાન કરે છે.
શુદ્ધિકરણ :-
   બેશક દાઢી ન રાખવી સખત ગુન્હો છે, કેમ કે શરઈ દ્રષ્ટિએ દાઢી રાખવી વાજીબ અને જરૂરી છે, અને શરીયતમાં પણ દાઢી રાખવાની ખૂબ તાકીદ કરવામાં આવી છે. પરંતુ તેને રાખવાની પ્રેરણા અને ન રાખનાર ને ડરાવવા માટે એવી જ વાતો બયાન કરવામાં આવે જે કુર્આન અને હદીષોથી સાબિત હોય, આ માટે બેબુનિયાદ અને મનઘડત વાતો દ્વારા પ્રેરણા આપવી અથવા ડરાવવા ના જાઈઝ અને હરામ છે.
   ઉપરોક્ત પ્રચલિત વાત ઘણી તલાશ કર્યા બાદ કોઈ પણ હદીષની ભરોસાપાત્ર કિતાબમાં વર્ણવેલ મળતી નથી. તેમજ બીજી તરફ કબરમાં નબી ﷺ વિષે સવાલ પુછવાની સૂરતમાં ઉલમાનો મતભેદ જ આ વાત દર્શાવે છે લોકોમાં પ્રચલિત ઉપરોક્ત વાત જુઠી છે, તે મતભેદ આ રીતે છે કે :
       “ બુખારી શરીફની હદીષ ક્રમાંક ૧૩૭૪ માં આ વાતનો ઉલ્લેખ છે કે કબરમાં બન્ને ફરીશ્તા તે વ્યક્તિ થી પુછશે કે " આ વ્યક્તિ (નબી ﷺ) વિષે તારો શું અભિપ્રાય છે..? " તો આ વાક્ય (આ વ્યક્તિ) દ્વારા કોના તરફ ઈશારો કરવામાં આવશે કેમ કે નબી ﷺ તો કબરમાં હશે નહીં...? તો આ બારામાં અલગ અલગ ત્રણ મંતવ્ય ઉલમા તરફથી રજૂ કરવામાં આવ્યા છે કે મુરાદ છબી બતાવીને પુછવામાં આવશે, અથવા તે વ્યક્તિ અને નબી ﷺ ની કબર મુબારક દરમિયાન જેટલા પડદા હશે તે હટાવી નબી ﷺ ને દેખાડી પુછવામાં આવશે અથવા ફરિશ્તા અને તે વ્યક્તિ બન્ને ના દિમાગમાં પહેલેથી જ નબી ﷺ ની કલ્પના હોવાથી કંઈ પણ બતાવ્યા વગર પુછવામાં આવશે કે આ વ્યક્તિ વિષે તારો અભિપ્રાય શું છે..? ”
   જુઓ આ અલગ અલગ ત્રણ મંતવ્યો આલીમો એ ત્યારે જ કહ્યા જ્યારે સવાલ આ થયો કે ત્યાં તો નબી ﷺ હશે નહીં તો ફરીશ્તા ઈશારો કોના તરફ કરીને પુછશે..? તો જ્યારે હશે જ નહીં તો દાઢી રાખનાર ને ક્યાંથી એમ કહે કે તુ મને ઓળખે કે ન ઓળખે હું તને નથી ઓળખતો, નહીંતર ઉલમા આ રીતે અલગ અલગ મંતવ્યો રજૂ ન કરતા જો ઉપરોક્ત પ્રચલિત વાત સાચી હોત, કેમ કે તેનાથી તો સ્પષ્ટ ખબર પડે છે કે નબી ﷺ ત્યાં હશે.
   તે માટે ઉપરોક્ત વાતને બયાન કરવામાં સાવચેતી રાખવી જોઈએ.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)