શું કુરબાની કરવી જાનવર પર જુલમ કરવા સમાન છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   અમુક લોકો સવાલ કરતા કહે છે કે જાનવરો ને ઝબહ કરવા વાસ્તવમાં તેઓ પર જુલમ કરવું છે તો આનો શું જવાબ આપવામાં આવે..?
જવાબ :
   જાનવરો ને ઝબહ કરવા પ્રત્યે ઉપરોક્ત સવાલ જાહેરમાં તો ખૂબ મોટો અને જબરો ખબર પડે છે પરંતુ આ સવાલ મારા માટે આ સમયનો સૌથી મોટો હાસ્યપદ છે, કેમ કે એવા યુગમાં જે યુગમાં વિજ્ઞાન અને સાયન્સ આ વાત સાબિત કરી ચૂક્યા હોય કે દુનિયામાં વસતી દરેક વસ્તુમાં જીવ અને સંવેદના હોય છે તેવા યુગમાં જાનવર ને ઝબહ કરવાને જુલમ કહેવું હાસ્યપદ નહીં તો શું હોય.
   દુનિયામાં બે જ પ્રકારના ખોરાક હોય છે, શાકાહારી અને માસાહારી, તો માસાહારી માટે જાનવર ને ઝબહ કરવું જુલમ છે તો શાકાહારી માટે શાકભાજી વગેરે ને તોડવું જુલમ ન કહેવાય..? અને સવાલ પણ તે વિજ્ઞાન ને આધારભૂત બનાવી કરવામાં આવે છે જે વિજ્ઞાન પોતાના રીસર્ચ માટે અને નવી નવી દવાઓ ના ઉત્પાદન માટે હજારો લાખો જાનવરોને શીકાર બનાવે છે.
   શક્ય છે કોઈ બુદ્ધિ જીવી આમ કહી શકે છે કે રીસર્ચ અને દવા માણસની જરૂરત છે તો જરૂરત માટે આમ કરવું અનિવાર્ય અને જુલમ નથી, તો આ જ વાત તો અમે પણ સમજાવવા માંગીએ છીએ કે જુલમ અને જરૂરત બન્ને અલગ અલગ વસ્તુ છે, જાનવર પણ માણસની જરૂરત છે, અને તેનો જરૂરત માટે ઉપયોગ જુલમ ન કહેવાય.
   અને સવાલ પણ ત્યારે જ્યારે આ વાત પણ સાબિત થઈ ચુકી હોય કે ઝબહ કરવાથી આવતી મોતમાં તકલીફ અને કષ્ટ કુદરતી અને પ્રાકૃતિક મોતની તુલનામાં ઓછી અને હલકી હોય છે, તો વાજબી રીતે પહોંચનારી તકલીફ માં હલકી અને ઓછી તકલીફ અને કષ્ટને પસંદ કરવું અને અપનાવવું વાસ્તવમાં તેના હકમાં રહમ, દયા અને કરુણાને પાત્ર છે, ન કે જુલમ.
   અને આ માત્ર ઈસ્લામમાં નથી બલ્કે દરેક ધર્મોમાં હજારો લાખો જાનવરોને બલીના નામે કાપવામાં આવે છે, પરંતુ અમે તો માત્ર આટલું જ કહીએ છીએ કે કુરબાની કરવી અલ્લાહ તઆલા નો આદેશ છે, અને એક મુસલમાન માટે અલ્લાહ નો આદેશ હોવો જ કાફી અને પુરતો છે, તેણે જ બધાને પેદા કર્યા છે અને તે જ સૌ જાણે છે કે શું રહમ અને દયા છે અને શું જુલમ છે. અને તેનું દયાળુ અને કૃપાળુ હોવાને લીધે તેના આદેશો પણ રહમ અને દયાને જ પાત્ર હોય છે. 
   તે માટે કુરબાની ને જુલમ કહેવું, અથવા રહમના વિરુદ્ધ સમજવું બુદ્ધિના માધ્યમ થી પણ સહીહ અને દુરસ્ત નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)